એડપ્ટસ
એડપ્ટસ એટલે શું?
ADEPTS (Advancement Of Educational Performance Through Teacher Support) શિક્ષક સમર્થન દ્વારા ઉત્કૃષ્ટ શૈક્ષણિક અભિવ્યક્તિ.
શિક્ષકના વલણ ઘડતરનો કાર્યક્રમ એટલે એડપ્ટસ.
એડપ્ટસનો ઉદેશ :
- શિક્ષક તેની પોતાની ક્ષમતા જાની શકે અને તેમાં ઉતરોતર વધારો કરી શકે.
- શિક્ષકની અભિવ્યક્તિને ઉત્કૃષ્ટ કરવી.
- સમાજની અપેક્ષા અનુસારનું શિક્ષકનું વલણ કેળવાય.
- શિક્ષકના શિક્ષક્ત્વને નિખારવું.
એડપ્ટસનું અમલીકરણ :
- ફેઝ-૧ ૨૦૦૭ માં ગુજરાતની ૪૫૬ શાળાઓમાં અમલ.
- ફેઝ-૨ ૨૦૦૮ માં ગુજરાતની ૬૭૦૦ શાળાઓમાં અમલ.
- ફેઝ-૩ હાલમાં રાજ્યની ૨૨૦૦૦ પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૧ ૫૦ ૦૦૦ શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયેલા છે.
એડપ્ટસની કામગીરી અંગે માર્ગદર્શક સુચનાઓ:
- શૈક્ષિણક વર્ષ દરમિયાન ૮૦ વિધાનો પર કામ કરવાનું છે.
- શિક્ષક, આચાર્ય, વિદ્યાસહાયક કે ઉચ્ચ વિદ્યાસહાયક તમામે એડપ્ટસ ની નોંધપોથીમાં વિધાનો સિદ્ધ થાય તેમ નોંધ કરવાની છે. તેમજ જરૂરી રેકર્ડ નિભાવવાનું હોય છે.
- એડપ્ટસનો અહેવાલ વર્ષ દરમિયાન ચાર ક્વાટરમાં ૧૫ ઓગસ્ટ, ૧૫ નવેમ્બર , ૧૫ જાન્યુઆરી તેમજ ૧૫ અપ્રિલ ની સ્થિતિએ સી.આર.સી.મા નિયત ફોર્મેટમાં આપવાનો હોય છે.
- એડપ્ટસ ચાર પરિમાણમાં વિભાજીત છે.
- ૧. જ્ઞાનાત્મક પરિમાણ -૩૯ વિધાન
- ૨. સામાજિક પરિમાણ - ૧૬ વિધાન
- ૩. ભૌતિક પરિમાણ -૬ વિધાન
- ૪. સંસ્થાકીય પરિમાણ - ૧૯ વિધાન
- એડપ્ટસની નોંધપોથીની ચકાસણી કરીને સી.આર.સી. કો-ઓર્ડીનેટરે સહી કરવાની હોય છે.
- તમામ વિધાનો સિદ્ધ થાય જ તે જરૂરી નથી પરંતુ તેના માટે શિક્ષક , આચાર્ય તથા શાળાએ પ્રયત્ન કરવાના છે.
- આજનો દીપક, આજનું ગુલાબ, શાળા પ્રોફાઈલ, શિક્ષક પ્રોફાઈલ, સ્ટુડન્ટ પ્રોફાઈલ, ખોયાપાયા, અક્ષયપાત્ર, ડીસ્પ્લે બોર્ડ, ભાષા કોર્નર, ઉનીત ટેસ્ટ, પ્રાર્થના સંમેલન, પ્રતિભા શોધ પ્રવૃત્તિઓ, લર્નિંગ કોર્નર,એક્ષ્પોજર વિઝીટ, મુખપત્ર, પુસ્તકાલય પ્રવૃત્તિ વગેરે એડપ્ટસના પ્રોજેક્ટ છે.
ઇકો કલબ
પ્રસ્તાવના:
શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજોએ વિકાસશીલ દેશો વિવિધ સમસ્યાઓ પ્રત્યે જાગૃત થઇ વિકાસયાત્રા વધુ સરળ બનાવવા તરફ ધ્યાન દોર્યું છે અને એટલે જ કમ્પ્યુટર શિક્ષણ, વસતિ શિક્ષણ, ર્જા શિક્ષણ, પર્યાવરણ શિક્ષણના નવા ક્ષેત્રો તરફ અભ્યાસીઓ આકર્ષાયા છે. નવા અભ્યાસક્રમોની સંરચના સમયે અભ્યાસક્રમ ઘડનારાઓએ આ પ્રકારના નવા વિષયોના સ્વરૂપ, વ્યાપ અને કાર્યક્ષેત્ર જેવા એકમોને અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું છે. પર્યાવરણ જાળવણી અને તે માટેના માનવકાર્ય તરફ સંયુકત નિર્દેશ કરતો વિષય એટલે પર્યાવરણ શિક્ષણ. વ્યકિતએ પોતાની આજુબાજુ રહેલી ધણી બાબતો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વ્યવહાર કરવાનો હોય છે. આ આસપાસની બાબતોમાં કેટલાક ભૌતિક અને કેટલાક સજીવ ધટકોનો સમાવેશ કરી શકાય છે. માનવીની આ દુનિયામાં પર્યાવરણની ગતિવિધિને કારણે જીવનકાર્ય વધુ નુ વધુ સરળ થતું આવ્યું છે. સૂર્યોદય થતાં જ પર્યાવરણના ધટકો પરસ્પર સહકાર સાધી ચેતન સૃષ્ટિમાં જીવંતતા લાવે છે. દુનિયામાં વસ્તીવધારાએ અને માનવીની કેટલીક ખોટી દોટને કારણે પર્યાવરણનો પ્રશ્ન ભારે વિકટ બન્યો છે. ધરતી પ્રાણીઓ અને વનસ્પતિઓનું નિવાસસ્થાન છે. વર્ષ ૧૯૮૬ માં જાપાનમાં હિરોશીમા ખાતે અભ્યાસક્રમ સુધારણા ઉપર એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડૉ. ગુણવંત શાહે “ Gandhi and Global Peace ” પર એક પેપર રજૂ કર્યું હતું જેમાં વૈશ્વિક ચાર સમસ્યાઓ પરત્વે ચિંતા વ્યકત કરવામાં આવી હતી તેમાંની એક સમસ્યા એટલે પર્યાવરણ સાથે અસમતુલન ( કુદરત સાથે હિંસા ) પર્યાવરણ સમતુલાનો પ્રશ્ન એ આજે એક વિશ્વ સમસ્યા છે. દિવસે - દિવસે પ્રદૂષણ વધવાથી તેના વિપરીત પરિણામોએ લોકોને વિચારતા કરી મુકયા છે. આ સંદર્ભે વર્ષ ૨૦૦૧ માં એક કૉન્ફરન્સ યોજાઇ હતી. જેમાં પર્યાવરણ સમતુલા જાળવવા અને લોકજાગૃતિ માટે નેશનલ ગ્રીન કોર્પ્સનો મુદ્રૃો ચર્ચવામાં આવ્યો હતો. ભારતની સર્વોચ્ચ અદાલતે પણ આ પ્રકારની પર્યાવરણની પ્રવર્તમાન પરિસ્થિતિ પ્રત્યે ચિંતા વ્યકત કરીને તમામ પ્રકારના અભ્યાસક્રમોમાં પર્યાવરણને એક વિષય તરીકે દાખલ કરવા માટે હિમાયત કરી છે. આપણે સૌ પર્યાવરણના એક ભાગ છીએ. પર્યાવરણ તરફના આપણા દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવી ધણા પર્યાવરણીય પ્રશ્નો હલ થઇ શકે તેમ છે. આપણા વિસ્તારને ચોખ્ખો રાખીએ અને વસ્તુઓના પુનઃ ઉપયોગથી કુદરતી સ્ત્રોતનું જતન કરીએ. ૧૦૦ કરોડની વસતીવાળા આ દેશમાં આ બાબત રાતોરાત ફેરફાર થઇ શકે નહી. પરંતુ બાળકો દ્વારા સમાજની વર્તણૂંકમાં ફેરફાર કરી શકાય. બાળકોમાં સ્વાર્થ હોતો નથી અને તેઓના મનમાં નવા વિચારો સહેલાઇથી આપી શકાય છે. તેઓ આપણું ભવિષ્ય છે. દરેક બાળક પોતાના કુટુંબમાં અગત્યની અસર ઉપજાવી શકે છે. તેથી ભારત સરકારે દેશના તમામ જિલ્લાઓમાં ઇકો કલબ ની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત રાજયની માધ્યમિક શાળાઓ આ કલબની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ કાર્યક્રમને વધુ વેગવાન અને અસરકારક બનાવવા માટે જીસીઇઆરટીના માધ્યમ દ્વારા રાજયની પ્રાથમિક શાળાઓમાં આ સ્થાપના કરી બાળકો, યુવાનોમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નોને વેગવંત કરવામાં ચોકકસ મદદરૂપ થશે.
ઇકો કલબ શું છે?
ઇકો કલબ એટલે શાળાના પ્રકૃતિપ્રેમી વિઘાર્થીઓનું એવું એક સંગઠન કે જે પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણની કુશળતા અને જાણકારી પૂરી પાડતી એક અનૌપચારિક સક્રિય વ્યવસ્થા.
મહત્વનો લક્ષ્યાંક:
પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવવા તથા પર્યાવરણની સુધારણા અને રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવા દેશમાં શાળાના બાળકોને સાંકળી ઇકો કલબની સ્થાપના કરવી.
પરિસ્થિતિ વિજ્ઞાન (ઇકોલોજી) :
અંગ્રેજીમાં Ecology (સંતુલનશાસ્ત્ર) શબ્દ મુળ ગ્રીક શબ્દ ‘Oikas’ એટલેકે પરિવાર સાથે સંબંધ શબ્દાર્થ સૂચવે છે. સંસ્કૃતમાં પણ એક સમાન શબ્દ છે. ઓસક જેનો અર્થ ધર થાય છે. આમ પર્યાવરણ એ વિશ્વવ્પાયી પરિવારનો પ્રતિકાત્મક સંબંધ પણ સૂચવે છે. આમ ઇકોલોજી એટલે કુદરતમાં પ્રાણીઓ તથા વનસ્પતિ કઇ રીતે રહે છે તેના સંબંધોનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલેકે વિજ્ઞાનની એક શાખા એટલે પરિસ્થિતિ વિજ્ઞાન.
શિક્ષકની ભૂમિકા:
સૌ પ્રથમ જે શાળાઓમાં આ કાર્યક્રમ અમલમાં મૂકાનાર છે તે શાળામાંથી એક શિક્ષકને પસંદ કરવામાં આવશે અને આ શિક્ષકોને ઓરિએન્ટેશન તાલીમ આપવામાં આવશે. સાથે ઇકો કલબના સભ્યોને પોતાની શાળામાં તેમજ અન્ય શાળાઓમાં પર્યાવરણની જાગૃતિના કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના રહેશે. શિક્ષક દ્વારા અઠવાડિયામાં ઓછામાં ઓછા એક કલાક માટે ઇકો કલબના સભ્યોને ભેગા કરી કોઇ ને કોઇ પ્રવૃત્તિ કરાવવાની રહેશે. આવતા અઠવાડિયામાં કઇ પ્રવૃત્તિ કરાવવી તે અંગે વિઘાર્થીઓ અભિપ્રાય આપે તે રીતનું પ્રોત્સાહન પૂラરું પાડવાનું રહેશે. આચાર્ય સાથે ચર્ચા કરી તેના અમલ માટે જરૂરી તૈયારી કરવાની રહેશે.
પ્રવૃત્તિઓ:
- પ્રાથમિક શાળાના બાળકોની બનેલી ઇકો કલબ સમાજને વધુ ઉપયોગી બને એ માટે નીચેના જેવી બાબતો મુખ્ય છે.
- ધન કચરાનો નિકાલ.
- પ્રદૂષણ અટકાવવામાં મદદગારી.
- પાણીની અછત નિવારણની કામગીરી.
- નાગરિક સુવિધાઓમાં મદદગારી.
- સ્કુલ, ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ.
- પાણીનો બગાડ અટકાવવાની જાગૃતિ.
- જાહેર બાગ - બગીચાની જાળવણી.
- લોકોમાં પર્યાવરણની સુધારણાનો મૈત્રીભર્યો અભિગમ અને વલણ તથા અભિરૂચિ કેળવવી.
- જમીન અને ભેજ સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવવી.
- ઇકો કલબ અંતર્ગત શાળાકીય પ્રવૃતિઓ
- સ્વસ્થ જમીનની રચના.
- શાળા ઔષધબાગની રચના કરવી.
- શાકભાજીના બગીચા કરવા.
- કચરાનાં કંપોઝ ખાડા કરવાં.
- પર્યાવરણની દ્રષ્ટિએ અગત્યના સ્થળો જેવાકે વન્યપ્રાણી ઉઘાનો, અભ્યારણ્યો તથા પ્રદૂષણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ગોઠવવી. જાગૃતિ માટે શિબિરોનું આયોજન કરવું.
- શાળાઓમાં કે જાહેર જગ્યાઓમાં વૃક્ષોના વાવેતરની કામગીરી તેમજ શાળા, કૉલોની, જાહેર સ્થળો અને તેમની આસપાસની જગ્યાએ સ્વચ્છતાની પ્રવૃત્તિ કરવી. વ્યકિતગત સ્વચ્છતા પ્રત્યે સભાનતા ઉભી કરવી. જેમકે જમતાં પહેલાં હાથ ધોવા, ડોયાથી પાણી પીવું, નખ કાપવા, ખોરાક - પાણીને ઢાંકીને રાખવા, ગંદકી કરવી નહિં.
- જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા શિક્ષણ આપવું.
- શાળા કે બહારના જાહેર બાગ - બગીચાની સ્વચ્છતા અને જાળવણી માટે સભાનતા કેળવવી.
- આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ અંગેની સ્પર્ધાઓ અને વાર્તાલાપ અંદરો અંદર યોજવા. દા.ત. ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા.
- ઉત્સવોની ઉજવણી કરવી. વિશ્વ પર્યાવરણ દિન, વનમહોત્સવ, વન દિવસ વગેરે.
તાલીમ:
આ સંદર્ભે રાજય કક્ષાએથી તાલીમનું આયોજન કરીને શાળા સુધી પહોંચવાનો અભિગમ રહેલો છે. રાજય કક્ષાએ યોજાતી તાલીમ દરમ્યાન વિવિધ પર્યાવરણ અંગે કાર્ય કરતી સંસ્થાઓની પણ મુલાકાત કરાવવામા઼ આવે છે. રાજય કક્ષાએથી તૈયાર થયેલ તજજ્ઞો દ્વારા જિલ્લા કક્ષાએ અને શાળાઓના શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે.
પ્રકાશનો:
આ કાર્યક્રમમાં સમાવિષ્ટ તમામ શાળાઓને આ અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગેનું જરૂરી સાહિત્ય તૈયાર કરી આપવામાં આવેલ છે. જેમાં સ્વસ્થ જમીનનું નિર્માણ કેવી રીતે કરવું, શાળામાં તથા બહાર વનસ્પતિ સંરક્ષણ કેવી રીતે કરવું, શાળામાં ઔષધબાગની રચના કેવી રીતે કરવી તથા અન્ય દિવસોની ઉજવણી તથા આ અંગે યોજવાની થતી સ્પર્ધાઓ વિશે પણ સાહિત્ય તૈયાર કરી શાળાઓને આપવામાં આવેલ છે.
અમલીકરણ:
પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમનું અમલીકરણ કરીએ ત્યારે શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિઘાર્થીઓની ટુકડીઓ બનાવી આ અંતર્ગત પ્રવૃત્તિઓ કરાવી શકાય. જેથી પ્રાથમિક કક્ષાએથી વિઘાર્થીઓમાં પર્યાવરણ જાળવણી સંદર્ભે જાગૃતતા કેળવી શકાય. જયારે તાલીમી સંસ્થાઓમાં આ કાર્યક્રમનું અમલીકરણ કરીએ ત્યારે સંસ્થાના તાલીમાર્થીઓને પ્રોજેકટ વર્ક આપીને આ પ્રવૃત્તિઓ કરાવી શકાય. જેને મૂલ્યાંકન પ્રક્રિયા સાથે પણ જોડીને કાર્યક્રમને વધુ અસરકારક બનાવી શકાય. વર્ષ ૨૦૦૬થી અજમાયશી ધોરણે ૪૦૦૦ પ્રાથમિક શાળાઓ તથા ૨૬ ડાયટમાં અમલીકરણ કરવામાં આવેલ હતુ. હકારાત્મક પ્રતિભાવોને આધારે વર્ષ ૨૦૦૭થી રાજયની તમામ પ્રાથમિક (૩૨૫૧૨) શાળાઓમાં અને ૨૬ ડાયટ તથા જીસીઇઆરટી સંચાલીત બી.એડ સંસ્થામાં અમલીકરણ કરવામાં આવેલ છે. શાળા દીઠ ગ્રાંટ આપવામાં આવે છે.
No comments:
Post a Comment