- Home
- 2 થી 8 ની કવિતાઓ
- મોટીવેશનલ વિડ્યો
- શાળા ઉપયોગી ફાઈલ
- ccc
- પ્રવૃત્તિ /પ્રોજેક્ટ્
- પ્રજ્ઞા વર્ગ મટીરીયલ્સ
- E-Books
- ગણિતના વિડ્યો
- પ્રેઝન્ટેશન
- સાયન્સ વિડ્યો
- ધોરણ ૧ થી ૫
- મારી શાળા
- ગણિત વિજ્ઞાન મંડળ
- સામાજિક વિજ્ઞાન
- સંસ્કૃત
- અંગ્રેજી
- ગુજરાતી
- My School Staff
- My School Blog
- Font
- Science and Technology
- AR - VR Aplication
- TEST PAPER
- Excel Sheets
- Mathametics
- હિન્દી
- ડાયસ-આધાર
- બાળમેળો
- શાળાની ભૌતિક સુવિધાઓ
- ગણિત
- Excel Sheets
- TEST PAPER
- AR - VR Aplication
- Science and Technology
- એડપ્ટસ- ઇકો કલબ
- GOVT. SERVICES
- પ્રવૃતિઓના ફોટાગ્રાફ્સ
ચાલતી પટ્ટી
ચાલતી પટ્ટી
Saturday, September 12, 2015
Thursday, September 10, 2015
આનંદીબેન.. તમે આ લોકોને ઝાડુ પકડાવશો ?
Read & Share It Maximum..
- એસ. ટી. ડેપોમાં બસ લેટ મુકાય તો..
- તલાટી રોજ ગામમાં ના આવે તો..
- દર ચોમાસામાં નવા રોડ ધોવાઈ જાય તો..
- પોલીસવાળા લોકોને લૂંટી લે તો..
- મિનિસ્ટર દારૂનો હવાલો સંભાળે તો..
- આરોગ્યવાળા બેદરકારી દાખવે તો..
- રેવન્યૂવાળા જમીનના કૌભાંડ કરે તો..
- આ ગેરરીતિઓ અત્યારે પણ ગુજરાતમાં થઈ રહી છે પણ તમે જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છો..
કારણ કે આ બધા તમને વૈભવ આપે છે અને અમે વિદ્યા આપીએ છીએ.. અમે તમારા પાપમા ભાગીદાર નથી બની શકતા.. અમને માફ કરજો..
અને હા, વાત કરી ઝાડુ મારવાની તો અમે છાશવારે થતાં સ્વચ્છતા અભિયાનમાં અમે પોતે ઝાડુ મારીએ જ છીએ.. આ માટે અમારે તમારી સૂફીયાણી સલાહની જરૂર નથી.. જય હિંદ..
Tuesday, August 11, 2015
12 ઓગષ્ટની સાથેસાથે
ભારતીય અવકાશ કાર્યક્રમ
કેન્દ્રો
થુમ્બા ઇક્વેટોરીયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન (TERLS) · વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) · સતિષ ધવન સ્પેસ સેન્ટર (SDSC) · ઇન્ડીયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) · નેશનલ એટમોસ્ફિયરીક રડાર લેબોરેટરી (NARL) · માસ્ટર કંટ્રોલ ફેસીલીટી (MCF) · ઇસરો ઉપગ્રહ મથક (ISAC) · લિક્વીડ પ્રોપલ્ઝન સિસ્ટમ સેન્ટર (LPSC) · સ્પેશ એપ્લિકેશન સેન્ટર (SAC) · ઇસરો ટેલીમેટ્રી, ટ્રેકીંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) · સેમી-કન્ડક્ટર લેબોરેટરી (SCL) · ઇન્સેટ માસ્ટર કંટ્રોલ ફેસીલીટી (IMCF) · ઇસરો ઇનર્શિયલ સિસ્ટમ યુનિટ (IISU) · નેશનલ રિમોટ સેન્સીંગ એજન્સી (NRSA) · ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(PRL)
ઉપગ્રહો
આર્યભટ્ટ · રોહિણી · ભાસ્કર · એપલ (APPLE) · ઇન્સેટ (INSAT) શ્રેણી · આઇ.આર.એસ. ઉપગ્રહ શ્રેણી(IRS) · સરોસ ઉપગ્રહ શ્રેણી (SROSS) · હેમસેટ · કલ્પના-૧ · એસ્ટ્રોસેટ · જીસેટ
પ્રોજેક્ટ અને રોકેટો
સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલીવિઝન એક્સ્પેરીમેન્ટ (SITE) · સેટેલાઇટ લોન્ચ વ્હિકલ (SLV) · એ.એસ.એલ.વી.યાન (ASLV)) · જી.એસ.એલ.વી.યાન (GSLV) · પી.એસ.એલ.વી.યાન (PSLV) · સ્પેશ કેપ્સ્યુલ રિકવરી એક્સ્પેરિમેન્ટ (SCRE/SRE) · ઇન્ડીયન સ્પેશ શટલ પ્રોગ્રામ · ચંદ્રયાન-૧ · ચંદ્રયાન-૨ · અવતાર · ભારતીય સમાનવ અવકાશયાત્રા પ્રોગ્રામ · ઇન્ડીયન એસ્ટ્રોનોમીકલ ઓબ્ઝર્વેટરી · ઊંટી રેડિયો ટેલીસ્કોપ · નેશનલ એટમોસ્ફિયરીક રડાર લેબોરેટરી (NARL)
સહયોગી સંસ્થાઓ
ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR) · ઇન્ડીયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR) · રામન રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ · ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એસ્ટ્રોફિઝીક્સ (IIA) · ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર્ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝીક્સ (IUCAA) · ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેશ · અન્તરિક્ષ · ઇસરો (ISRO) · એરોસ્પેસ કમાન્ડ · સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન (DRDO) · ભારતીય અવકાશવિજ્ઞાન અને તકનિકી સંશ્થાન (IIST)
વૈજ્ઞાનિકો
વિક્રમ સારાભાઈ · હોમી ભાભા · સતિષ ધવન · રાકેશ શર્મા · રવિશ મલહોત્રા · રાજા રામન્ના · કે. કસ્તુરીરંગન · જયંત નાર્લિકર · યુ.આર. રાવ · એ.પી.જે. અબ્દુલ કલામ · જી. માધવન નૈયર · એમ. અન્નાદુરાઇ · આર.વી. પેરુમલ · એસ.કે. શિવકુમાર · બી.એન. સુરેશ
Sunday, August 9, 2015
૧૫ ઓગષ્ટ (આઝાદી દિન) સ્પેશિયલ
૧૫ ઓગષ્ટ(આઝાદી દિન) સ્પેશિયલ
ભારતીયોના આપણે સૌ રૂણી છીએ કારણ તેમણે જ જગતને (સંખ્યાઓ) ગણતાં શિખવાડ્યું જેના વગર કોઈ મહત્વની વૈગ્નાનિક શોધ સંભવી શકી ન હોત.
- આલ્બર્ટ આઈનસ્ટાઈન
ભારત માનવ જાતનું પારણું છે, માનવ વાણીનું જન્મસ્થળ, ઇતિહાસની માતા, વારસાની નાની અને પરંપરાની પરનાની છે.
- માર્ક ટ્વેન
જ્યારે માનવજાતે અસ્તિત્વનું સ્વપ્ન જોયું તે વખતથી જો કોઈ એક એવી જગા હોય જ્યાં જીવતા માનવીઓના દરેક સ્વપ્નને ઘર મળ્યું હોય તો તે ભારત છે
- ફ્રેન્ચ સ્કોલર રોમે ઈન રોનાલ્ડ
૨૦ સદીઓથી ભારતે સરહદ પાર એક પણ સૈનિક મોકલ્યા વગર ચીન પર જીત મેળવી પ્રભુત્વ હાંસલ કરેલું છે.
- હુ શી (ચીનના ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત)
નીચેનામાંના કેટલાક સત્યો કદાચ તમે જાણતા હશો. થોડા સમય અગાઉ તે એક જર્મન સામયિકમાં છપાયા હતા જે ભારત વિષેના ઐતિહાસિક સત્યો ઉપર આધારિત છે.
૧. ભારતે છેલ્લા ૧૦૦૦ વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ દેશ પર આક્રમણ કે અતિક્રમણ નથી કર્યું.
૨. ભારતમાં સૌ પ્રથમ આંકડા પદ્ધતિ (ગણવા)ની શરૂઆત થઈ હતી. સંખ્યા શૂન્ય (૦) ની શોધ પણ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.
૩. સૌ પ્રથમ યુનિવર્સીટીની સ્થાપના ઈ.સ. પૂર્વે ૭૦૦માં ભારતનાં તક્ષશીલા ખાતે થઈ હતી.અહિં દુનિયાભરના ૧૦,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ૬૦ કરતા વધુ અલગ અલગ વિષયોનો અભ્યાસ કરતા હતાં.ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં ભારતમાં સ્થપાયેલી નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન ભારતની શિક્ષણ ક્ષેત્રે મેળવેલી એક મહાન સિદ્ધી છે.
૪. ફોર્બ્સ મેગેઝિન પ્રમાણે, ભારતની સંસ્કૃત કમ્પ્યુટર સોફ્ટવેર માટે સૌથી વધુ યોગ્ય ભાષા છે.
૫.આયુર્વેદ માનવજાતને જાણ હોય એવું જુનામાં જુનું ઔષધશાસ્ત્ર છે.
૬. ભલે પશ્ચિમ જગતનાં પ્રસાર માધ્યમો ભારતને એક ગરીબ અને રાજકીય ભ્રષ્ટાચારથી ખદબદતો અલ્પવિક્સીત દેશ ચિતરે પણ એક સમયે ભારત દુનિયાનો સૌથી વધુ શ્રીમંત દેશ હતો.
૭. 'નેવિગેશન'(નદી કે સમુદ્રમાં માર્ગ શોધવાની રીત/પદ્ધતિ)ની શોધ ૫૦૦૦ વર્ષ પહેલા સિંધ નદીમાં થઈ હતી.શબ્દ 'નેવિગેશન' પોતે પણ સંસ્કૃત શબ્દ 'નવગતિ' પરથી બનાવવામાં આવ્યો છે.
Tuesday, August 4, 2015
💗 ભુલાઇ ગયું 💗
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
ઘરમાં ટી વી આવ્યું,
હું વાંચન ભુલ્યો.
બારણે ગાડી આવી,
હું ચાલવાનું ભુલ્યો.
હાથમાં મોબાઇલ આવ્યો,
હું પત્રલેખન ભુલ્યો.
કેલક્યુલેટર વપરાશથી,
ઘડીયા બોલવાનું ભુલ્યો.
એ સી ના સંગતથી,
ઝાડ નીચેની ઠંડી હવા ભુલ્યો.
શહેરમાં રહેવાથી,
માટીની વાસ ભુલ્યો.
બેંકના ખાતા સંભાળતા સંભાળતા,
પૈસાની કિંમત ભુલ્યો.
અભદ્ર ચિત્રો થકી,
સૌંદર્ય જોવાનું ભુલ્યો.
કૃત્રિમ સેંટના વાસ થકી,
ફુલોની સુગંધ ભુલ્યો.
ફાસ્ટ ફૂડના જમાનામાં,
સંતોષનો ઓડકાર ભુલ્યો.
સ્વાથીઁ સંબધો રાખવાથી,
સાચો પ્રેમ કરવાનું ભુલ્યો.
ક્ષણીક સુખના લોભમાં
સત્કમઁનો આનંદ ભુલ્યો.
સતત દોડતા રહેવાના જીવનમાં,
ક્ષણભરનો વિસામો ભુલ્યો.
Whatsapp ના આવવાથી,
સુખેથી સુવાનું ભુલ્યો.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Sunday, August 2, 2015
ટ્રેક (અભિગમ) બદલો, ટ્રીક (પદ્ધતિ) બદલો (ઉપચારાત્મક શિક્ષણ કાર્યના સંદર્ભમાં)
વહીવટી દ્રષ્ટિએ ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ ૩૧ ઓગષ્ટે પૂર્ણ થશે. અપગ્રેડ થયેલા આંકડા મોકલી દઈશું. આંકડાનું એકત્રીકરણ થશે. પૃથ્થકરણ થશે, નોંધ લેવાશે, આગામી ગુણોત્સવ વખતે આ બાબતને ધ્યાનમાં લેવાય તેમ થઈ શકે ! આમ, વહીવટી રીતે જે કંઈ થઈ શકે તે થશે અને થઈ પણ રહ્યું છે. પત્રોના માધ્યમથી, મોડ્યુલો અને તાલીમનાં માધ્યમથી, બાયસેગના માધ્યમથી, અનુભવી શિક્ષણવિદો અને વિદ્વાનોના સાક્ષાત્કાર થકી... નવા નવા પ્રયોગો જોવા સાંભળવા મળ્યા છે. શિક્ષકોએ ઉપચારાત્મક કાર્યક્રમ દરમ્યાન અવનવા પ્રયોગો કરી, મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવવા માત્ર જ નહિ પરંતુ પોતાની શાળાનાં બાળકોના શિક્ષણમાં ગુણવત્તા લાવવા સઘન પ્રયાસો પણ કર્યા. કયાંક એવું બન્યું હોય કે મહેનત કરવા છતાં અપેક્ષિત પરિણામ ન પણ મળ્યું હોય !
ઉપચારાત્મક શિક્ષણ એ એક એવું કાર્ય છે જેની પ્રક્રિયા સ્વૈચ્છિક રીતે નિરંતર ચાલતી રહે તે અપેક્ષિત છે. શિક્ષક પોતાના વર્ગકાર્ય દરમ્યાન આ બાબત નજર સમક્ષ રાખે તે જરૂરી છે. ઉપચારાત્મક કાર્યની જરૂરિયાત ઊભી થવાનું મૂળ કારણ બાળકોની અનિયમિતતા, વાલીનું સ્થળાંતર, રોજગારીના પ્રશ્નો, ઘર, બાળક કે પશુઓ સાચવવા.. વગેરે વગેરે ખાસ છે. આ બધા જ પ્રશ્નો ઉકેલવા સહેલા નથી છતાં શિક્ષકે પોતાની કક્ષાએ પ્રયત્નો કરવા જ રહ્યાં. રહી વાત હાજર બાળકોની... આ બાળકોમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે શિક્ષકે નૈતિક જવાબદારી સ્વીકારવી રહી. બાળકના શાળા પ્રવેશથી જ હવે કાળજી લેવાનો આ સમય છે.
ધોરણ – ૧ થી ૪ માં જે કંઈ થઈ શકશે તે પછીથી થવું ઘણું અઘરું બનતું હોય છે તે ધ્યાનમાં રાખી બાળવિકાસના પ્રારંભિક વર્ષોનો શક્ય તેટલો લાભ શિક્ષકે લેવો જોઈએ. કાચા બાળકો, જવાબદારી કોની ? એવું ટૂંકુ ને નકારાત્મક વિચારવા કરતા સામૂહિક પ્રયત્નો દ્વારા જે કઈંક પરિણામ મળશે તે હંમેશા ઉમદા હશે. આચાર્યો જો ચાહે તો મારો અજમાવેલો અને અનુભવેલો વર્ગબઢતીનો પ્રયોગ પોતાની શાળામાં અજમાવી જુએ !
પ્રાથમિક વિભાગમાં બાળકને શીખવી દેવાની ઉતાવળ કે ભ્રમ રાખ્યા વગર સૌ પ્રથમ બાળકને સમજવો વધુ જરૂરી છે તે દરેક શિક્ષકે જોવું રહ્યું. બાળકના વર્તન, ટેવો, વલણ, રુચિ શેમાં છે તે પ્રથમ ત્રણ માસમાં શિક્ષક પારખે એ આવશ્યક બાબત છે. જરૂર છે શિક્ષક સાંગોપાંગ બાળકને ઓળખે ! બાળકની નિકટ જવાનો પ્રયાસ કરે ! દરેક શાળામાં ધૈર્યવાન, પ્રયોગશીલ, બાળમનોવિજ્ઞાનથી પરિચિત અને સંવેદનશીલ શિક્ષક પાયાના ધોરણોમાં કામ કરે એવી વ્યવસ્થા થવી જોઈએ. આચાર્યો પાયાના ધોરણોને મહત્વ આપતા થશે ત્યારે પરિવર્તન જરૂર આવશે. પાયાના ધોરણોની ઉપેક્ષા એ આજની કહેવાતી ‘ કચાશ ’ નું મહત્વનું કારણ છે. પાયાના ધોરણોમાં બધા બાળકોને એકસાથે બધું જ શીખવી દેવાનો ભ્રમ પણ મારી દ્રષ્ટિએ અનુચિત અને અપરિપક્વ છે. અહીં પ્રજ્ઞાની થિયરી યોગ્ય રીતે બંધ બેસે છે. દરેક બાળકની શીખવાની ગતિ એકસરખી હોતી નથી. બાળક પોતાની ગતિએ શીખે છે. ધોરણ ૧માં બે મહિનામાં કે ત્રણ મહિનામાં આટલું તો થવું જ જોઈએ એવી અપેક્ષા ન શિક્ષક રાખે, ન આચાર્ય કે ન મોનીટરીંગ કરનાર ! છતાં જ્યાં શૈક્ષણિક વિકાસ સારો હોય ત્યાં અપેક્ષા કરતા વધુ કામ થતું હોય તો તે આવકાર્ય છે.
ઘણીવાર આપણે આપણું મૂલ્યાંકન નોકરીના વર્ષોમાં કરતા હોઈએ છીએ. નોકરીના વર્ષો અને વાસ્તવિક વર્ગ અનુભવોને જોડી ન શકાય. વર્ષોને ગુણવત્તા સાથે કેમ જોડી શકાય ? દરેક શિક્ષકના નોકરીના વર્ષો એ તેની યોગ્યતાનો માપદંડ ન હોય શકે ! દા. ત. મેં નોકરીના ૩૫ વર્ષ પુરા કર્યા છે, પરંતુ તે દરમ્યાન શાળામાં કે વર્ગખંડમાં મારી ઉપલબ્ધિઓ શું ?
· મેં મારા વર્ગનાં અથવા મારા હાથ નીચે આવેલા બાળકોને મેં કેવી રીતે અભિમુખ કર્યાં ?
· જે તે સમયના મારા બાળકોને આગળ લઈ જવા મારા શું પ્રયત્નો હતાં ?
· મારું સમયપાલન કેવું હતું ? તે થકી શાળાના બાળકો પર કોઈ છાપ છોડવામાં હું સફળ થયો છું ?
· જે તે શાળામાં મારી નિમણુક પછી કોઈ નવીન ફેરફાર કરવા/કરાવવામાં હું સફળ થયો છું?
· મેં મારી ફરજ દરમ્યાન કેટલી નિષ્ઠા દાખવી છે ?
· મારા આચરણ થકી શાળાના બાળકોને કે સમાજને કોઈ સુધારાવાદી સંદેશ આપી શક્યો છું કે કેમ ?
આ અને આવા બીજા અનેક તારણોનું મૂલ્યાંકન એ જ મારા કાર્ય, મારી ફરજ અને મારા શિક્ષકત્વની, મારા કામની ગુણવત્તાની ફલશ્રુતિ ! આ સરવાળા – બાદબાકીમાં વર્ષોનો ઢગલો કામ ન લાગે. મારા થાકી ૩૮ કે ૪૦ વર્ષમાં કેટલી માનવ જિંદગી બેઠી થઈ તે અગત્યનું છે.
શિક્ષકની પોતાના વ્યવસાય પ્રત્યેની નિષ્ઠા એ એના શિક્ષક્ધર્મ – કર્મનો પાયો છે. નિષ્ઠા વગર બધું નકામું. સમયપાલન એ શિક્ષક વ્યવસાયનું પહેલું પગથિયું છે. એમાં ક્યાંય બાંધછોડ કરવાપણું ન હોય શકે. શાળામાં મોડા આવી વધારે કામ કર્યાનો દાવો કરવો એ ઘર બાળીને તીરથ કરવા જેવું છે. જે શિક્ષકો પ્રાથમિક શાળામાં કામ કરે છે ત્યાં બાળકો જ શિક્ષકનો અરીસો છે. જે શિક્ષકનું HD પ્રતિબિંબ આપે છે. ધોરણ ૮ થી જેમ ઉતરતા ક્રમે જતાં જઈએ તેમ આ અરીસો સારામાં સારું અને નિર્મળ HD પ્રતિબિંબ આપે છે. શિક્ષકના કાર્યનો, માયાનો, મમતાનો અને આંતરિક વ્યવહારનો જીવંત પુરાવો એટલે બાળકો ! પ્રાથમિક શિક્ષકે જે કોઈ આચારસંહિતા પાળવી પડતી હોય તેનું મૂળ કારણ શાળાના બાળકો છે. શિક્ષકના દીઠા – અદીઠા વર્તનની બાળકો પર ઊંડી અને ન ભૂંસી શકાય તેવી છાપ પડતી હોય છે.
શિક્ષકે શાળાના ૧૦૦ કામ કરતા જઈને પણ અંતિમ પ્રાયોરિટી તો વર્ગકાર્યને જ આપવી જોઈએ. શાળાના કામના કારણ હેઠળ કોઈપણ શિક્ષક છૂટછાટ લે, તે પોતાના વર્ગના બાળકો સાથે તો સીધો અન્યાય જ છે. બીજી રીતે વિચારીએ કે જો આમ જ હોય તો પછી શાળાના કામ ન કરવા? આચાર્યને મદદરૂપ ન થવું ? હા, ચોક્કસ મદદ કરવી. આચાર્યને શાળાના કામમાં સંપૂર્ણ સહકાર એ શિક્ષકની બીજા પ્રકારની ફરજ છે તેને અદા કરવી એ પણ શિક્ષક્ધર્મ જ છે. સવાલ છે નીતિમત્તાનો ! કામ ચીંધનાર અને કામને અનુસરનાર બંને જાગૃત હોય તો બંનેની જાગૃતિ થકી વર્ગમાં બાળકોને ન્યાય અવશ્ય આપી શકાય. શિક્ષકનું મૂળ કાર્ય, શિક્ષકની મૂળભૂત ફરજ બાળકોને તેની કક્ષા અનુસાર શિક્ષા અને દીક્ષા આપવાની છે. બાળકોને અસરકારક અક્ષરજ્ઞાન મળે તે માટે શિક્ષકે સતત મથતાં રહેવું જોઈએ.
સાંપ્રત સમયમાં નવા નવા પ્રયોગો થકી બાળકોને શીખવવા કરતાં શીખવાની તક આપવાની જરૂર છે. વર્ષો સુધી આપણે ભણાવ્યું હશે અને ભણનારા ભણી ગયાં એની પણ ના નથી. પરંતુ મિત્રો, મારા ખ્યાલથી આજનાં બાળકો વધુ સ્માર્ટ, ચબરાક અને હોંશિયાર છે. પછી તે ગામડાનાં હોય કે શહેરના ! તેઓને ભણાવવા કરતાં ભણવાની તક પૂરી પાડવી એ હવે વધારે અગત્યનું અને આવશ્યક છે. શિક્ષકે હવે બાળકના ભણવા માટેના સંજોગો ઉભા કરતા શીખવું પડશે. વર્ગખંડમાં નવી તકો ઉભી કરતાં શીખવું પડશે. આ બધું કરવા શિક્ષકે વર્ષો જુના કોચલા (આવરણ) માંથી બહાર આવવું પડશે. ભૂતકાળ ને વર્તમાન સાથે સરખાવવા કરતાં વર્તમાનને જ વધુ સમજવાની આવશ્યકતા હવે વધતી જાય છે. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. જે પરિવર્તન નથી સ્વીકારી શકતો તે મુખ્ય પ્રવાહથી બહાર ફેંકાઈ જાય છે એ પ્રકૃતિનો નિયમ છે. શિક્ષકનું કાર્ય એ જીવિત માનવ જિંદગી સાથે જોડાયેલું એક સેન્સીટીવ એવું પુનિતકાર્ય છે.
આજે મોટાભાગનાં શિક્ષકોએ ટ્રેક બદલવાની જરૂર છે. હાલનાં સંજોગોમાં શિક્ષકો ટ્રેક બદલી શકે તો ઇચ્છિત પરિણામ લાવી શકાય તેમ છે. ટ્રેક બદલવો મતલબ અભિગમ બદલવો. વાત બહુ નાની કે ક્ષુલ્લ્ક લાગે પણ મિત્રો હકીકતમાં તેમ નથી. શિક્ષક દિલથી પોતાનો અભિગમ બદલે ! પોતે હરદમ નવું શીખવા માટે તત્પર રહે. સામેવાળો શિક્ષક પોતાનાથી નાનો છે યા મોટો, જુનિયર છે કે સિનીયર એની પળોજણમાં પડ્યા વગર પોતાના બાળકો માટે, પોતાની શાળા માટે શું ઉત્તમ છે તે મેળવવાનો નિરંતર પ્રયાસ કરતાં રહેવું જોઈએ. આ વાત ભલે નાની લાગે પણ મિત્રો આત્મા જાગતો નથી ત્યારે આવી નાની લાગતી વાતોને અનુસરતાં પણ વર્ષોના વર્ષો નીકળી જાય છે. અભિગમ બદલવા શિક્ષકે પોતાના અહંકારને સૌ પ્રથમ નાથવો પડે !
એક જ શાળામાં કામ કરતા શિક્ષકો વચ્ચેનો નાનો મોટો અહમ બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ લાવી દે છે. શિક્ષકો મહેનત જરૂર કરે છે પણ જયારે અભિગમ બદલવાની વાત આવે છે ત્યારે એકબીજાની અવગણના થાય છે. નવી પેઢી જૂની પેઢીની અનદેખી કરે એ ઇચ્છનીય નથી તેમ જૂની પેઢી નવી પેઢીને હતોત્સાહ કરે તે પણ ઠીક નથી. મારું મંતવ્ય કહો, ચિંતન કહો તે એજ કે : “ ચાલો અભિગમ બદલીએ.”
શિક્ષક ટ્રેક બદલી શકે પછી ટ્રીક (પદ્ધતિ) બદલવી પણ એટલી જ જરૂરી છે. જે શિક્ષકો ટ્રેક (અભિગમ) નથી બદલી શકતા તે ટ્રીક (પદ્ધતિ) પણ નથી બદલી શકતા એ હકીકત છે. શિક્ષકને ગમતી, ફાવતી કે પછી વર્ષો જૂની – લખી નાંખો ને પછી ભૂંસી નાંખો એવી પદ્ધતિ જ શિક્ષક પકડી રાખે એ પણ હવે સ્વીકાર્ય નથી. સમયની માંગ છે. શિક્ષક સદા અપગ્રેડ થતો રહે. વાસી ખોરાક નુકશાન કરે તેમ વાસી શિક્ષક પણ નુકશાન જ કરે ! શિક્ષક હંમેશા તરોતાજા, ખુશનુમા અને ઉત્સાહી રહે.
શાળામાં જવાનો દરેક દિવસ તેના માટે એક નવા આનંદનો - મઝાનો દિવસ હોવો જોઈએ. બાળકોને મળવાનો, તેમની વચ્ચે સમય ગાળવાનો તેને આંતરિક ઉમંગ હોવો જોઈએ. જીવંત વ્યવસાય સાથે જોડાયેલો શિક્ષક આવો ઉમંગી બને, ઉત્સાહી બને ત્યારે એની શાળામાં અને શાળાના બાળકોમાં પરિવર્તન પણ આવે જ !
શાળામાં ભૌતિક સુવિધા વધારવાની વાત હોય કે બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવાની વાત હોય શિક્ષક પોતાનો અભિગમ બદલે એ જરૂરી છે. અભિગમ બદલવાથી જ એકાત્મતા સાધી શકાય છે. જ્યાં એકાત્મતા નથી, ત્યાં ગતિ નથી જ્યાં ગતિ નથી ત્યાં વિકાસ નથી. વિચારોનું આદાનપ્રદાન નવા વિચારોને, નવા આઈડીયાઝને જન્મ આપે છે. આજે ઈન્ટરનેટના યુગમાં એકબીજા સાથે સંપર્કના અનેક નવા રસ્તાઓ ખૂલ્યાં છે. સોશ્યલ મીડિયા દ્વારા પોતાની વાત, પોતાના વિચારો ઘણી બધી વ્યક્તિઓ સુધી એકસાથે ખુબ જ ઝડપથી પહોચાડી શકાય છે. જૂની – નવી પેઢીના શિક્ષકો તેનો વત્તો ઓછો લાભ લઈ રહ્યાં છે. છતાં આ ટેકનોલોજીના વિકસતા સમયમાં એ સંખ્યા જૂજ કહેવાય. પોતાની કે પોતાની શાળાની શૈક્ષણિક વેબસાઈટ કે બ્લોગ બનાવી નવો ચીલો ચાતરવા નવી પેઢીના શિક્ષકોએ પહેલ કરવી જોઈએ. બાકી વોટ્સએપ પર એકબીજા સાથે અર્થ વગરની કોમેન્ટ પાસ કરી ટેકનોલોજી સાથે જોડાયાનો અહમ રાખવો એ સમયની બરબાદી છે. સાર્વજનિક માધ્યમોનો ઉપયોગ કરતી વખતે સંપૂર્ણ આચારસંહિતાનું પાલન થાય એનું ધ્યાન કમ સે કમ શિક્ષકે તો રાખવું જોઈએ.
આમ, પણ અનેક બીજા માધ્યમોને કારણે, સમયના અભાવે કે સહજ રસ ઓછો થવાથી... જે હોય તે પણ પ્રવર્તમાન સમયમાં આપણું વાંચવાનું ઘટી ગયું છે એ હકીકત છે. પરિણામ સ્વરૂપ આજે વિચારોમાં ગતિ નથી. તંદુરસ્ત અને બૌધિક ચર્ચાઓ થતી નથી. બધું જ બંધિયાર પાણી જેવું, એમાં ઝરણાનો કિલકિલાટ નથી, પવિત્રતા નથી. વાંચવાનું તો જરૂર ઘટ્યું છે પરંતુ લખવાની બાબતમાં તો મોટેભાગે સર્વત્ર નિરસતા પ્રવર્તે છે. લખનારા શિક્ષકો ઝડપથી ઘટતા જાય છે. નવી પેઢીના શિક્ષકો લખવા માટે આગળ આવે ! પ્રાથમિકમાં હવે સ્પેશિયલ ભાષા શિક્ષકો નિમાયા છે ત્યારે બાળકોના ભાષાના સ્તરમાં સુધારાની આશા રાખવી વ્યાજબી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભાષા શિક્ષક તરીકે પોતાનું યોગદાન શું તે વિષે વિચારવાનો અને પોતાને અપડેટ કરવાનો આ સમય છે. જે શિક્ષક મૌલિક રીતે થોડું ઘણું પણ લખી નથી શકતો તેના શિક્ષક્ત્વમાં કચાશ એમ માનવું રહ્યું. શિક્ષકે જો અપગ્રેડ થવું હોય તો દરરોજ થોડું વાંચવાની અને આઠ – દસ લીટી મૌલિક રીતે કોઇપણ વિષય કે મુદ્દા પર લખવાની ટેવ કેળવવી જોઈએ. નવી પેઢીના શિક્ષકો ગદ્ય અને પદ્ય બંનેમાં રસ લે. સાંભળેલા કે વાંચેલા વિચારોને મમળાવવાની (ચિંતન) ટેવ કેળવ્યા બાદ જ લખવા માટે વિચારોની સ્ફૂરણા જાગે છે. સારા વક્તા બનવા જેમ સારા શ્રોતા બનવું જરૂરી છે. તેમ સારું લખવા સારું ચિંતન કરવાની એટલી જ જરૂર છે. કોઇપણ વિષયનો શિક્ષક સૌ પ્રથમ ભાષાપ્રેમી હોવો જોઈએ. જો તેમ થશે તો જ તે પોતાના વિદ્યાર્થીઓને અસરકારક જ્ઞાન આપી શકશે
શિક્ષણમાં આજની સાર્વત્રિક જરૂરિયાત છે : શિક્ષક બાળકોને પોતાના વર્ગકાર્ય દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં વિષય કે મુદ્દાને અનુરૂપ વાસ્તવિક - પોતે અનુભવેલા અનુભવો પૂરા પાડે. આજુબાજુનું પર્યાવરણ, લોકજીવન, રીતરીવાજો, ધાર્મિક પરમ્પરાઓ, સામાજિક તાણાવાણા, ભૌગોલિક બાબતો, ભાષાઓ – બોલીઓ, આરોગ્ય, ગ્રામ્યજીવન – શહેરીજીવન, પશુ –પક્ષી અને પ્રાણીઓની દિનચર્યા, ખેડૂત – મજુરની દિનચર્યા, માનવજીવન, ખગોળીય બાબતો, નદી – ઝરણા –ડુંગર –પર્વત –ખીણ – તળેટી – રણ – જંગલ – સમુદ્ર – માછીમારોનું જીવન – અગરિયાઓ, રોડ – રસ્તા – મકાનો બનાવતા કારીગરો – પ્રાણી –પશુ – જળચરોની વિસ્મયકારક દુનિયા, વનસ્પતિજગત, નિરંતર સ્થળાંતર કરતા પરિવારોનું જીવન...... આવા તો અનેક વિષયો શીખવવાનાં મુદ્દા સાથે કલાત્મક રીતે જોડીને શિક્ષક બાળકોને શીખવે ત્યારે એ મુદ્દો બાળક માટે ચિરસ્થાયી બને જ બને ! પછી એ વિષય ગણિત કેમ ન હોય ?
વર્ગ ઉપર ધાક જમાવનારો, બાળકોને ચોક્કસ મુદ્રામાં બાંધી રાખનારો, લશ્કરી શિસ્તમાં માનનારો, બાળકોને ભયભીત કરનારો, બાળકોને પોચટ વિચારો આપનારો, બાળકના વિચારોને દબાવી દેનારો, બાળ મનોવિજ્ઞાનથી અપરિચિત, સ્થાનિક પરિસ્થિતિની અવહેલના કરનાર, બાળકોના વ્યક્તિત્વને છેહ દેનારો, બાળકોની અવગણના કરનારો, બાળકોને સમજી ન શકનાર, નવા વિચારો અને વાચનથી પર રહેનારો અને અપૂર્ણ વક્તા.. એવો શિક્ષક અસરકારક શિક્ષણ ક્યારેય ન આપી શકે ! શિક્ષણની અસરકારકતા માટે, ગુણવત્તા માટે અને ઉપચારાત્મક કાર્યના નિર્મૂલન માટે શિક્ષકો પહેલા ટ્રેક (અભિગમ) બદલે, પછી ટ્રીક (પદ્ધતિ) બદલે !
આભાર મિત્રો....
- રમેશ પટેલ
Wednesday, July 22, 2015
પ્રજ્ઞા શાળાઓના પ્રજ્ઞા વર્ગોમાં આટલું તો જોઈએ જ............................
·વર્ગખંડમાં છાબડી ૪ ફૂટથી વધારે ઊંચી ન હોવી જોઈએ તેમજ બાકીની તમામ વસ્તુઓ તેથી નીચે હોવી જોઈએ.
·વર્ગની તમામ વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવાયેલ હોવી જોઈએ.
·બાળકો માટે પાથરણાંની વ્યવસ્થા હોવી જોઈએ. (પાથરણાં શાળા પર્યાવરણ ગ્રાન્ટમાંથી ખરીદવાં.)
·જરૂરી તમામTLM ધરાવતું TLM બોક્ષ વર્ગમાં યોગ્ય જગ્યાએ હોવું જોઈએ.
·ડિસ્પ્લે બોર્ડ યોગ્ય રીતે ગોઠવાયેલ હોવાં જોઈએ અને તેમાં બાળકોની કૃતિઓ દેખાવી જોઈએ.
·બાળકોના ૩, ૪ અને ૫ નંબરના જૂથમાં બાળકોની મદદ માટે ઝંડી હોવી જોઈએ.
·વર્ગની તમામ વસ્તુઓ બાળકોની પહોંચમાં હોવી જોઈએ.
·લેડર જે તે વિષયના ઘોડા પાસે જ હોવી જોઈએ.
·વાચન, લેખન અને ગણનના વધારે મહાવરા માટે સ્વઅધ્યયનપોથી ઉપરાંત સ્લેટ, સ્વનિર્મિત સામગ્રી, ઝેરોક્ષ વગેરેનો ઉપયોગ થવો જ જોઈએ.
·શિક્ષક આવૃત્તિ અને પ્રગતિમાપન રજીસ્ટર શિક્ષકની બેઠક પાસે હાથવગાં હોવાં જોઈએ.
·શિક્ષકની બેઠક ૧ નંબરની છાબડી પાસે બાળકોનાં જૂથ સાથે નીચેહોવી જોઈએ.
·વર્ગની તમામ જગ્યાનો ઉપયોગ બાળકોની પ્રવૃત્તિઓ માટે જ કરવાનો હોવાથી વર્ગમાં કોઈ જ પ્રકારની બિનજરૂરી વસ્તુઓ ન હોવી જોઈએ.
·વર્ગમાં ટેબલ-ખુરસી ન હોવાં જોઈએ.
·બાળકના કાર્ડનું કાર્ય પૂર્ણ થાય તેસમયે જ પ્રગતિમાપન રજીસ્ટરમાં તેની નોંધ થઇ જવી જોઈએ.
·વર્ગનાં મહત્તમ બાળકો જુદાં-જુદાં કાર્ડ પર કામ કરતાં હોય, તે સ્થિતિ પ્રગતિમાપન રજીસ્ટર પર પણ દેખાવી જોઈએ.
·પ્રગતિમાપન રજીસ્ટર પર બાળકની જે કાર્ડ સુધી નોંધ હોય, તે પછીનું કાર્ડ બાળક પાસે હોવું જોઈએ.
·ધોરણ ૨નાં જે બાળકો ધોરણ ૧માં હોય, તેમની પાસે ધોરણ ૧નાં કાર્ડ હોવાં જોઈએ અને તેવાં બાળકોની નોંધ ધોરણ ૧ના પ્રગતિમાપન રજીસ્ટર પર અથવા અલગ ચોપડામાં કરવી. તેવું જ ધોરણ ૪ માટે સમજવું.
·વર્ગનાં તમામ બાળકો ટ્રેમાંથી જાતે જ કાર્ડ લઇ, તેમાં દર્શાવેલ TLM લઇ શિક્ષકનું માર્ગદર્શન મેળવી કાર્ડમાં દર્શાવેલ સિમ્બોલ મુજબ યોગ્ય જૂથમાં બેસી શકવા જોઈએ.
·બાળક પાસે રહેલા અભ્યાસકાર્ડ પર દર્શાવેલ TLM બોક્ષ પર જે TLM બતાવેલ હોય, તે TLM બાળક પાસે હોવાં જ જોઈએ.
·ધોરણ ૨નાં જે બાળકો ધોરણ ૧માં હોય, તેમને ધોરણ ૧નાં માત્ર અગત્યના કાર્ડ જ આપવા. તેવું જ ધોરણ ૪નાં જે બાળકો ધોરણ ૩માં હોય, તેમના માટે સમજવું.
·તમામ અભ્યાસકાર્ડ એક સાથે ટ્રેમાં ન મૂકી દેતાં જરૂર મુજબનાં કાર્ડ જ મુકવાં, જેથી ટ્રેમાં કાર્ડ વધી ન જાય અને બાળકોને કાર્ડ લેવામાં સરળતા રહે. (ધોરણનું સૌથી આગળનું બાળક જયારે નવા માઈલસ્ટોન પર આવે, ત્યારે જ નવા માઈલસ્ટોનનાં કાર્ડ મુકવાં અનેજયારે તમામ બાળકો જે માઈલસ્ટોન પૂર્ણ કરી દે, તે માઈલસ્ટોનનાં કાર્ડ લઇ લેવાં.)
·અભ્યાસકાર્ડ ફાટી ન જાય, બગડી ન જાય કે ખોવાઈ ન જાય, તેની કાળજી રાખવી.
·અભ્યાસકાર્ડ સહિત તમામ સાહિત્ય નવું જ ઉપયોગમાં લેવું.
·સ્વઅધ્યયનપોથીની કામગીરી બાળકના અભ્યાસકાર્ડની સાથે જ ચાલવી જોઈએ એટલે કે સ્વઅધ્યયનપોથીમાં પ્રગતિમાપન રજીસ્ટરની ટીક મુજબ બાળકની કામગીરી દેખાવી જોઈએ.
·તમામ બાળકોને એક સાથે સ્વઅધ્યયનપોથી આપી કામગીરી ન જ થવી જોઈએ.
·સ્વઅધ્યયનપોથી વર્ગમાં યોગ્ય જગ્યાએ ધોરણવાર અને વિષયવાર ગોઠવાયેલ હોવી જોઈએ.
·બાળક જયારે સ્વઅધ્યયનપોથીનું કાર્ય પૂર્ણ કરે કે તરત જ શિક્ષકે તેની કામગીરી ચકાસી સ્વઅધ્યયનપોથીના તમામ પેજ પર ટૂંકી સહી કરવી અને બાળકને પ્રોત્સાહિત કરવા સ્માઇલી, સ્ટાર વગેરે જેવા સિમ્બોલ આપવા.
·સ્વઅધ્યયનપોથીમાં ચોકડી કે નેગેટીવ માર્કિંગ કરવું નહિ. જરૂર જણાયે પેન્સિલનો ઉપયોગ કરવો, જેથી તેવું માર્કિંગ દૂર કરી સારું માર્કિંગ કરી શકાય.
·બાળક જયારે સ્વઅધ્યયનપોથીનું કાર્ય પૂર્ણ કરે ત્યારે તેની સ્વઅધ્યયનપોથીના ત્રીજા કવરપેજ પર રહેલ લેડરમાં પણ ટીક થઇ જવી જોઈએ.
·સ્વઅધ્યયનપોથી બાળકને ઘરે લઇ જવા આપવાની નથી.
·ધોરણ ૩ અને ૪માં જયારે ગૃહકાર્યનું કાર્ડ આવે ત્યારે ગૃહકાર્યબુક (ગુજરાતીમાં વાચનમાળા, ગણિતમાં પાકું કરીએ અને પર્યાવરણમાં જાતે શીખીએ) બાળકને ઘરે લઇ જવા આપવી તથા ગૃહકાર્ય પૂર્ણ થયે પરત મગાવી કામગીરી ચકાસવી.
·ગૃહકાર્યની બુક તમામ બાળકોને એક સાથે આપી કામગીરી ન જ થવી જોઈએ.
·તમામ બાળક માટે પોર્ટફોલિઓ બેગ હોવી જોઈએ તથા વર્ગમાં યોગ્ય રીતે ગોઠવાયેલ હોવી જોઈએ. (પોર્ટફોલિઓ બેગ પ્રજ્ઞા શિક્ષક ગ્રાન્ટમાંથી ખરીદવી.)
·તમામ બાળકની પોર્ટફોલિઓ બેગમાં તેણે કરેલ પ્રવૃત્તિના ઘણા નમુના હોવા જ જોઈએ.
·તમામ બાળકની પ્રોફાઈલ બનાવી તેમાં તેમની સામાન્ય માહિતી ઉપરાંત તેમના રસનાં ક્ષેત્રો, ખામીઓ, ખૂબીઓ, મેળવેલ સિદ્ધિઓ વગેરેની માહિતી હોવી જોઈએ.
·બાળકની પ્રોફાઇલ અને પોર્ટફોલિઓ સમયાંતરે વાલી સાથે શેર કરવો.
૬. TLMગ્રાન્ટનો ઉપયોગ અને TLM બોક્ષ નિર્માણ:
·TLMગ્રાન્ટમાંથી અભ્યાસકાર્ડમાં દર્શાવેલ જરૂરી તમામ સામગ્રી ખરીદવી.
·TLMગ્રાન્ટના ઉપયોગથી વાચન, લેખન અને ગણન વિકાસની પ્રવૃત્તિઓ માટે જરૂરી સંદર્ભ સાહિત્યનું નિર્માણ કરવું અને તેનો ઉપયોગ કરવો.
·સપ્તરંગી પ્રવૃત્તિઓ માટેનું જરૂરી સાહિત્ય પણ TLMગ્રાન્ટમાંથી ખરીદવું.
·સામગ્રી કે સાહિત્ય સારી ગુણવત્તાવાળું જ ખરીદવું.
·પેન્સિલ, રબર, સંચા, મીણીયા કલર, સેલો ટેપ, કાતર, કટર, ગુંદર, ફેવિકોલ, કાગળ, ફૂટપટ્ટી, પૂંઠાં, ચાર્ટ પેપર, પ્રોજેક્ટ પેપર, ગણન સામગ્રી, સ્ટેપલર, પંચ વગેરે જેવી તમામ જરૂરી સામગ્રી પૂરતા પ્રમાણમાં અને બાળકોની સંખ્યા મુજબ હોવી જ જોઈએ.
·TLMગ્રાન્ટનો ઉપયોગ જે તે વર્ષમાં જ કરી લેવાનો છે.
·પ્રજ્ઞાના તમામ વર્ગમાં TLM બોક્ષ ફરજીયાત બનાવવું. જે માટે પૂંઠાનું બોક્ષ, લાકડાનું બોક્ષ, લોખંડનો ઘોડો, પ્લાસ્ટીકના બોક્ષ, પ્લાસ્ટીકની બરણીઓ વગેરેનો ઉપયોગ થઇ શકે.
·TLM બોક્ષમાં અભ્યાસકાર્ડ માટે જરૂરી તમામ સામગ્રી હોવી જ જોઈએ.
·બાળકોનું જૂથ રોટેશન સતત થવું જોઈએ.
·સહપાઠી શિક્ષણ થવું જ જોઈએ.
·તમામ જૂથમાં યોગ્ય સંખ્યામાં બાળકો આપમેળે આવે, તેવું આયોજન પ્રત્યેક સમયે હોવું જોઈએ.
·જરૂર જણાયે બાળકને થોડો સમય વધારાનું પૂરક કામ આપીને તે જ જૂથમાં રોકી જૂથ નિયમનકરવું, જેથી કોઈ પણ જૂથમાં વધુ પડતાંબાળકો એક સાથે ન થઇ જાય.
·કોઈ પણ બાળકને બીજા બાળકને શીખવવા(સહપાઠી શિક્ષણ માટે) કે અન્ય કોઈ પણકારણસર લાંબા સમય સુધી એક જ કાર્ડ પર રોકી રાખવું નહિ.
·બાળક પાસે રહેલા અભ્યાસકાર્ડમાં જે સિમ્બોલ હોય, તે જૂથમાં જ તે બાળક કામ કરતું હોવું જોઈએ.
·સપ્તરંગી પ્રવૃત્તિઓ બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી હોવાથી આ પ્રવૃત્તિઓ ફરજીયાત કરાવવી.
·સપ્તરંગી પ્રવૃત્તિઓ કરાવવા સપ્તરંગી મોડ્યુલનો ઉપયોગ કરવો. તેમ છતાં તે સિવાયની પ્રવૃત્તિઓ પણ કરાવી શકાશે.
·સપ્તરંગી પ્રવૃત્તિઓના તાસમાં સપ્તરંગી મોડ્યુલમાં દર્શાવેલ તમામ સાત એરિયાની પ્રવૃત્તિઓ થવી જોઈએ.
·સપ્તરંગી પ્રવૃત્તિઓમાં ગુજરાતી, ગણિત અને પર્યાવરણ એમ ત્રણેય વિષયને સરખું પ્રાધાન્ય મળવું જોઈએ.
·ગુજરાતી, ગણિત અને પર્યાવરણ એમ ત્રણેય વિષયની કાર્ડમાં આવતી વાર્તાઓ, ગીતો, રમતો વગેરે સમુહમાં સપ્તરંગી પ્રવૃત્તિઓમાં સાંકળી લેવાં.
·સપ્તરંગી પ્રવૃત્તિઓના તાસમાં ગુજરાતી, ગણિત અને પર્યાવરણ એમ ત્રણેય વિષયનાં શક્ય હોય તે TLM બાળકોની મદદથી બનાવવાં.
·સપ્તરંગી પ્રવૃત્તિઓની નોંધ માટે આપેલ નમુના મુજબનું સપ્તરંગી પ્રવૃત્તિ રજીસ્ટર નિભાવવું અને તેમાં પ્રવૃત્તિ કરાવ્યાની તારીખ નોંધવી. વર્ષ પૂર્ણ થયે આ રજીસ્ટર આગળના ધોરણના શિક્ષકને આપવું, જેથી અગાઉ થયેલ પ્રવૃત્તિઓ પછીના વર્ષે ફરીવાર ન થતાં નવી પ્રવૃત્તિઓ કરવી શકાય અને આ રીતે ૪ વર્ષના અંતે બાળકને મહત્તમ પ્રવૃત્તિઓનો લાભ મળે.
·ડિસ્પ્લે બોર્ડ પર તમામ બાળકોની પ્રવૃત્તિઓને સ્થાન મળવું જોઈએ.
·ડિસ્પ્લે બોર્ડ પરની પ્રવૃત્તિઓ સમયાંતરે બદલતા જવું.
·ડિસ્પ્લે બોર્ડ પરમૂકી ન શકાય, તેવી બાબતો અન્ય રીતે પ્રદર્શિત કરવી.
·નવી પ્રવૃત્તિઓ ડિસ્પ્લે બોર્ડ પર મુક્યા બાદ જૂની પ્રવૃત્તિઓ બાળકના પોર્ટફોલિઓમાં મુકવી.
૧૦. પ્રજ્ઞા શિક્ષક નોંધપોથી:
·પ્રજ્ઞા શિક્ષક નોંધપોથીમાં પોતે કરેલ નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિઓ, તેમાં મળેલ પરિણામ, વર્ગની મજબૂત બાબતો, વર્ગની નબળાઈઓ અને તેણે દૂર કરવાનું આયોજન, વર્ગ માટે જરૂરી મટિરિયલ્સની યાદી વગેરેની નોંધ કરવી.
·વર્ગની મુલાકાતે આવતા મુલાકાતી જેમ કે સી.આર.સી.સી. / બી.આર.સી.સી. / તા.કે.નિ. / બિ.કે.નિ.વગેરેની પ્રજ્ઞાવર્ગની કામગીરી અંગેની વર્ગમુલાકાતની નોંધ પ્રજ્ઞા શિક્ષક નોંધપોથીમાં અવશ્ય લખાવવી.
Alpesh Parmar
Wednesday, July 1, 2015
ભાર વગરનું ભણતર કે જીવનને રગડોળી નાખવાનું ભણતર.
જોઈએ છીએ ત્યારે ૩ થી ૫
કિલોગ્રામના દફ્તર સાથે બાળકની
કરોડરજ્જુ વળેલી જોવા મળે છે. ઠાંસી
ઠાંસીને ભરેલ નોટ્સ - ગાઈડો -
પોથીઓ ( ચિત્રપોથી-નક્શાપોથી-
સ્વાધ્યાયપોથી વગેરે વગેરે ) થી ભરેલ
દફ્તર જોઈને વાલીના ચહેરા પર બાળક
દાક્તર બની જવાનો આનંદ છે. બૂટ-
મોજા - ટાઈથી સજ્જ બાળકને જોઈને
ઘડી બે ઘડી વાલી ખુશ થઈ જાય છે. અને
અન્ય બાળક કરતાં પોતાનો બાળક
કેટલો સ્માર્ટ દેખાય છે તેવા ધોળા
દિવસે સ્વપ્નો જોતો જોવા મળે છે.
વળી આજના આ યુગમાં રીક્ષા-વાનમાં
ઘેટા- બકરાંના જેમ ઠાંસી ઠાંસીને
ભરવામાં આવતા બાળકોને જોઈને પણ
વિદાય સાથે હાથ લાંબો કરતી મા ના
ચહેરા પર આનંદની કરચલીઓ ઉડીને આંખે
વળગે તેવી છે. આનંદ એ વાતનો હોય છે કે
પોતાનો બાળક kg1/kg2કે નર્સરીમાં
દાક્તર બનવા જઈ રહ્યો છે. પોતાના
બાળક માટે ધોરણ - 1 થી જ પુસ્તકો
નહિ પરંતુ ગાઈડો ખરીદી તથા તેના
પૂંઠા ચડાવવા કલાક બે કલાક દુકાને
લાઈનોમાં ઉભો રહે છે. કારણકે તેનો
બાળક ધોરણ - 1 માં દાક્તર બનવા જઈ
રહ્યો છે. ધોરણ - 1 ની ગાઈડોના
ત્રણસો - ચારસો રૂપિયા હસતા હસતા
આપે છે કારણકે તેનો બાળક ધોરણ - 1માં
દાક્તર બનવા જઈ રહ્યો છે.
ગામની સરકારી શાળા છોડીને સેલ્ફ
ફાયનાન્સ શાળામાં એડમિશન મેળવવા
બાળકના જન્મના બીજા જ દિવસથી
પાંચ વર્ષ પછીના એડમિશન માટે
હાંફતો હાંફતો વાલી દોડતો જોવા
મળે છે કારણકે તેનો બાળક ધોરણ - 1 માં
દાક્તર બનવા જઈ રહ્યો છે. આજના
દાક્તરો – વકીલો – એંજિનિયરો કે
શિક્ષકો ભૂતકાળની સરકારી પ્રાથમિક
શાળાની જ પેદાશ છે અને સરકારી
પ્રાથમિક શાળામાં જ ભણીને આગળ
આવેલા છે તે ભૂલી જાય છે અને લાલ –
પીળી જાહેરાતોના બેનરોથી
આકર્ષાઈ પાડોશીના બાળકો સાથે
સીધી સ્પર્ધામાં પોતાના બાળકને
ઉતારવા સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં
રૂપિયાનો ઢગલો કરતો જોવા મળે છે
કારણકે તેનો બાળક ધોરણ - 1 માં
દાક્તર બનવા જઈ રહ્યો છે.
સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં ઠાંસી
ઠાંસીને આપેલા હોમવર્કના ભારથી
ધોરણ – 1 થી વિદ્યાર્થીને આંખોના
ચશ્મા બતાવતો વાલી આંખના
દાક્તરના ત્યાં લાઈનોમાં બાળક સાથે
ઉભેલો જોવા મળતો હોય છે. વળી
બાળકના હોમવર્કમાં ગાઈડોમાંથી
ઉતારો કરી આપતી કેટલીએ માતાઓ
આજના આ યુગમાં જોવા મળે છે કારણકે
તેનો બાળક ધોરણ -1માં દાક્તર બનવા
જઈ રહ્યો છે. સરકારી ગામની
પ્રાથમિકશાળામાં ભણાવતા તાલીમી
સફળ શિક્ષકો પોતાના બાળકને દાક્તર
બનાવી જ ન શકે તેમ માની ઉકરડાની
જેમ ફાટી નીકળેલ સેલ્ફ ફાઈનાન્સ
શાળાઓમાં ટાઈ- બૂટ –સૂટથી સજ્જ
શિક્ષકો જાણે સ્વર્ગમાંથી પોતાના
બાળકને દાક્તર બનાવવા ઉતરી આવ્યા
છે અને આવી શાળાઓ તથા ટાઈ- બૂટ –
સૂટથી સજ્જ શિક્ષકોજ એમના બાળકના
દાક્તરી ભાવિના સાચા પથદર્શક –
કલ્યાણકારી છે તેવું માને છે. શાળાના
દિવાળી-ઉનાળાના પ્રવાસોમાં ઉંચી
ફી ભરી પ્રથમ નંબરે નામ નોંધાવવા
દોડતો જોવા મળે છે કારણકે તેનો
બાળક ધોરણ -1માં દાક્તર બનવા જઈ
રહ્યો છે. ટીફીનમાં કઠોળ – રોટલી-
ભાખરી- શાક જેવા સમતોલ આહારને
બદલે બજારમાં દુકાને લટકતા નમકીન –
કૂરકૂરીયા –સીંગ ભજીયાના તોરણો
ટીફીનમાં ભરી આપતાં આનંદ અનુભવે છે
કારણકે આવો બજારૂ સમતોલ આહાર
પોતાના બાળકને ધોરણ- 1 થી દાક્તર
બનાવવાનો છે.
અને હવે મિત્રો - ભૂતકાળમાં ડોકિયું
કરીએ તો
મિત્રો આજથી ત્રણ દાયકા પહેલાંનો
વિદ્યાર્થી - ફાટેલી થીગડા વાળી
ચડ્ડી –સુતરાઉ કાપડની કે ખાતરની
થેલીની બેગ કે સામાન્ય કોથળી વાળુ
દફ્તર – તેમાં દેશી હિસાબ, બે-એક
પુસ્તકો, સ્લેટ અને પેન.
પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ
વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું.
આજે વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે: “સર,
સ્લેટ એટલે શું?”
સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો
કાળા પથ્થરનો સપાટ , “flat piece”.
તેની બંને બાજુની લીસી સપાટી પર
તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ
આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ.
ત્રણ દાયકા પહેલા સ્કૂલે જતા પહેલા
વિદ્યાર્થીઓ ઘરના કંપાઉંડમાં પેનને
અણી કાઢવા દોડતા. ક્યારાને કિનારે
ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર
સંભાળીને પેનને ઘસતા. “અણીદાર”
બનાવતા. તે અણી જળવાઈ રહે તે માટે
ક્યારાની ભીની માટીમાં પેનને
હળવેથી ફેરવીએ અને “પાક્કી” કરીએ.
બસ, “મોતીના દાણા” જેવા સુંદર
અક્ષર લખવા માટે પેન તૈયાર કરતા.
સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ.
ગુજરાતીના પાઠ હોય, ગણિતના
દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ
.... બધું કામ સ્લેટ પર કરો. કામ કરો,
શીખી લો; ભીના કપડાથી ભૂસી
નાખો.
ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો
.... ભીની સ્લેટને હાથમાં પકડી
હલાવતા રહો અને ગાતા જાવ:
”ચકી ચકી પાણી પી .... બે પૈસાનો
બરફ લાવ ...”
ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા
કામ માટે કોરીકટ તૈયાર!
ઘડિયા જ્ઞાન – ૩૦ એકા સુધીના
ઘડિયા તો મોઢેજ હોય. શિક્ષક પ્રત્યે
આદર-પ્રેમ.કુદરતી વાતારણમાં
પ્રાયોગિક જ્ઞાન. કોઈ કેલ્ક્યુલેટર કે
કમ્પ્યૂટર નહી છતાં વ્યવહારૂ કોયડા
પલવારમાં ઉકેલાય.
આજના નાનકડા ભૂલકાઓને“ઈન્ફર્મેશન
એજ”માં માહિતીના ભાર નીચે
દબાયેલા જોઈને વેદના થાય છે. આપણે
તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ
સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયો;
ઘડિયા દસ એકાથી આગળ આવડે નહી જ.
સાદા સરવાળા માટે પણ પરાવલંબી.
દરેક વિષયના એક-બે પુસ્તકો, ગાઈડો-
વ્યાયામ વિષયની પણ વસાવે અને વળી
વ્યાયામ વિષયના પણ ટ્યુશનના પાંચ
હજાર આપતાં વાલી આનંદ અનુભવે.
ધોરણ 1 થી જ ચશ્માના નંબરતો
ખરાજ. કંપાસમાં ચાર પાંચ પેન.
દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક
અલગ નોટબુકસ ...કેટલીતો પોથીઓ
(ચિત્રપોથી-નક્શાપોથી-ગ્રાફપોથી
વગેરે વગેરે) આપણે બાળકોને બોજાથી
બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-
નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને
ભરી દીધી, તેમાં જ્ઞાન તો તલભારનું
જ! આજનો કોલેજનો વિદ્યાર્થી બેંકમાં
જતાં ગભરાય છે.મીટરને ફૂટમાં ફેરવતાં કે
લાકડાનું ઘનફૂટ શોધતાં તેના મોતિયા
મરી જાય છે.ઘરની ટાંકીમાં કેટલા
લીટર પાણી સમાય છે તે ગણવું તેના માટે
લોઢાના ચણા ચાવવા બરાબર છે.
માતૃભાષામાં ૧૦૦ માંથી ૧૦ થી નીચે
આવે છે. અંગ્રેજી બોલતાં આવડતું નથી.
રાષ્ટ્રભાષા હિન્દી તો હવે નાશપ્રાય
થઈ છે. ભારેખમ ગણિત પચાવવા દાખલા
ગોખતો થયો છે.ગણિત વાંચતો જોવા
મળે છે ત્યારે આજના બાળક પર દયા આવે
છે.આજના બારમાનો કે ગુજરાતી વિષય
સાથે MA થયેલ વિદ્યાર્થી વંદેમાતરમના
ગાનમાં કે બારાખડી(કક્કો) માં પણ
લોચા મારે છે.આજે બાળકને આપણે શું
આપીએ છીએ? ભાર વગરનું ભણતર કે
જીવનને રગડોળી નાખવાનું ભણતર.
NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here
NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...
-
➡date 25/2/15 ➡Time 9/30 to 12/00 ➡Amdavad ld 👉1 sit nabarnu folder team namnu folder 👉2 drive janavu 👉3 rashtradhvaj dorvano tene save ...
-
➢ સમગ્ર શાળા સંચાલન, વહીવટતેમજ S.M.C.રેકર્ડ નિભાવ અને વિદ્યાર્થીમંડળ રેકર્ડ તેમજ શિક્ષક લોગબુક અદ્યતનીકરણ ➢ શાળા રોજમેળ, કન્ટીજન્સી રોજમેળ, ...
-
કાન્ત - મણિશંકર ભટ્ટ કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ચકોર - બંસીલાલ વર્મા ચંદામામા - ચં...
