ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Showing posts with label ગુજરાતી. Show all posts
Showing posts with label ગુજરાતી. Show all posts

Sunday, February 21, 2016

વિશ્વ માતૃભાષા દિવસ


મારી માતૃભાષા – ગુજરાતી
મેં તારા નામનો ટહુકો અહીં મારી છાતીમાં રાખ્યો છે ,
ભૂંસાવા ક્યાં દીધો છે કક્કો હજી છાતીમાં મૂકી રાખ્યો છે ;
મલક કઇં કેટલાય ખૂંદયા , બધાની ધૂળ ચોંટી છે પણ ,
હજી પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં સાચવી રાખ્યો છે !
( ડો. રઈસ મણિયાર )
મને ગુજરાતી ભાષા માટે માન છે કારણ કે આ મારી માતૃભાષા છે .વરસો પહેલાં એક સાહિત્ય સમારંભમાં જાણીતા કવિ શ્રી. ઉમાશંકર જોષીએ પોતાનો પરિચય આપતા કહ્યું હતું – હું ગુજરાતી ભાષામાં લખતો એક ભારતીય લેખક છું . દરેક માણસને પોતાની ભાષાનું ગૌરવ હોવું જોઇએ ; જે કોઇ પણ પોતાની માતૃભાષાને હડધૂત કરે છે તે જાણે પોતાની માતાને હડધૂત કરતા હોય એવું મને લાગે છે !
આપણી ભાષાને નરસિંહ મહેતા , પ્રેમાનંદ અને ગોવર્ધનરામ વગરેનો વારસો મળ્યો છે . પૂજ્ય ગાંધીજીએ પણ ગુજરાતી ભાષામાં જ પોતાની આત્મકથા લખી છે .એક જાહેર સભામાં ગાંધીજીએ કહ્યું હતું – અંગ્રેજી ભાષા એક બારી સમાન છે ,
એમાંથી નવી તાજી હવા ભલે આવે પણ કમનસીબે આપણે બધાએ અંગ્રેજી ભાષાને બારીને બદલે બારણું - Gateway of India બનાવી દીધી છે ! અંગ્રેજી આપણા દીવાનખંડની ભાષા ભલે હોય
પણ આપણા શયનકક્ષની ભાષા કદાપિ ન હોવી જોઈએ .
શ્રી. જવાહરલાલ નેહરુએ માતૃભાષાનાં સંદર્ભમાં એક સરસ વાત કહી છે – જે પણ ભાષામાં ઊંઘમાં તમને સ્વપનું આવે એ જ તમારી માતૃભાષા ! કોઇકે બીજી વાત કહી છે – તમે  દુખમાં પીડાતા હો એવી મુશ્કેલ ઘડીમાં તમારા મોઢામાંથી  ‘ ઓ મા  કે આઇ લા ’ જેવો સહજ ઉદગાર જે પણ ભાષામાં નીકળે એ તમારી માતૃભાષા !
માતૃભાષા એ આપણા ઘરનો ઉંબરો છે ; અંગ્રેજી તે ઉંબરામાંથી ફૂટતો બહાર જવાનો રસ્તો છે . આપણે બધાએ આપણું ગુજરાતીપણું જાળવી રાખવાનું છે , આપણાં મૂળને ઉખેડવાના નથી પણ આપણી ભાષામાં જ રોપાઈને રહેવાનું છે . આપણાં સંતાનો Jack and Jill નાં વારસો નથી પણ આપણાં બાળગીતોનાં વારસો છે . Cindrela ની વાર્તા આપણાં બાળકો ભલે વાંચે પણ આપણાં જ બકોર પટેલ કે મિયાં ફૂસકીને લાત ન મારે . આપણે Alice in Wonderland અને Harry Potter ભલે વાંચીને ખુશ થઇએ પણ આપણાં ગિજુભાઇની બાળવાર્તાઓ કેમ ભૂલી જઇએ ? Pearl Buckની The Good Earth જરૂર વંચાય પણ
શ્રી. પન્નાલાલ પટેલની ‘ માનવીની ભવાઇ ‘ નો કાંકરો કેમ કાઢી શકાય ? યુવાન લેખક અને શાયર શ્રી. ઉદ્દયન ઠક્કર ગુજરાતી ભાષાની અવદશા વિષે જાહેરખબરની ભાષામાં લખે છે – ખોવાઇ છે , ગૂમ થઇ છે
Convent School નાં કમ્પાઉન્ડમાંથી શાળાનાં સંચાલક અને માતપિતાની બેદરકારીથી ગુજરાતી વાંચતી અને લખતી એક આખી ય પેઢી !
આને ગોતી લાવનાર માટે કોઇ ઇનામ નથી ,
કારણ કે એ હમેશનાં માટે ખોવાઇ ચૂકી છે !
શિક્ષણનાં માધ્યમ અંગે કોઇ પણ દેશે પોતાની માતૃભાષા સાથે સમાધાન કર્યું હોય એવું મારી જાણમાં નથી . આજકાલ ગુજરાતમાં ટપોટપ અંગ્રેજી માધ્યમની શાળાઓ વધતી જાય છે .
આવા કપરા સંજોગોમાં આપણી માતૃભાષા ગુજરાતીને બચાવવા
માટે જાણીતા વિચારક ડો. ગુણવંત શાહનાં માનવા મુજબ નીચે
પ્રમાણેનું આયોજન થઇ શકે –
( ૧ ) ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી ભાષાના ઉત્તમ
શિક્ષણની વ્યવસ્થા પહેલા ધોરણથી કરવી .
( ૨ ) અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ગુજરાતી ભાષાના ઉત્તમ
શિક્ષણની વ્યવસ્થા પહેલા ધોરણથી કરવી .
( 3 ) ગુજરાતી શાળાઓમાં ગણીત , વિજ્ઞાન , કોમ્પ્યુટર જેવા ટેકનિકલ વિષયોનું અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવું અને બાકીના
વિષયોનું ગુજરાતી ભાષામાં શિક્ષણ આપવું .
( ૪ ) અંગ્રેજી શાળાઓમાં સંસ્કૃત , હિન્દી જેવી ભાષાઓનું શિક્ષણ
ગુજરાતી ભાષામાં જ આપવું બાકીના વિષયોનું શિક્ષણ અંગ્રેજી ભાષામાં આપી શકાય . મને આશા છે કે ઉપર જણાવ્યા પ્રમાણેનું વ્યવસ્થિત આયોજન અને તેનો કડક અમલ આપણી ગરવી ગુજરાતી ભાષાને જરૂર બચાવી શકશે .આપણી માતૃભાષાના સંદર્ભમાં કવિ શ્રી. વિપિન પરીખની એક રચના  તો સાથે હું મારી વાત હવે પૂરી કરું છું  –
મને મારી ભાષા ગમે છે
કારણ કે મારી બાને હું બા કહી શકું છું .
Mummy બોલતાં શીખ્યો તો હું છેક પાંચમાં ધોરણમાં
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં પહેલી વાર mummy કહીને બૂમ પાડેલી .
બા ત્યારે સહેજ હસેલી ,
કારણ કે બા એક કાગળ પણ માંડ માંડ લખી શક્તી . મારી બા ઘરની બહાર કામ કરવા ક્યારે પણ ગઇ નહોતી , કોઇ વાર બા કિટ્ટીપાર્ટીમાં ગઇ હોય એવું પણ મને યાદ નથી,
નવી નવી વાનગીઓ શીખવા બા કોઇ ક્લાસમાં પણ ગઇ નહોતી.
છતાંય અંગ્રેજી નામ ખડક્યા વગર એ
થાળીમાં જે પણ મને પીરસતી તે બધું જ અમ્રુત બની જતું !
મને મારી ભાષા ગમે છે ,
કારણ કે મને મારી બા ગમે છે !
( સંકલન )

અંગ્રેજી ભણીને આપણાં બાળકો કઇ ભાષામાં રડશે ?
આ બાળકો અંગ્રેજી ભણીને ઉપભોગવાદી થઇ અંગ્રેજીમાં ( etiquette માં ) ખોટા ખોટા હસશે અને તેમનાં માબાપને ગુજરાતીમાં ( સાચે સાચાં ) રડાવશે !
( કાકા કાલેલકર )
Thanks....
Dr. Paresh Chaudhary

માતૃભાષા ગૌરવ દિન......

21મી ફેબ્રુઆરી વિશ્ર્વ માતૃભાષા દિન છે. સમગ્ર વિશ્ર્વ પોતાની માતૃભાષાનો ગૌરવ દિન ઉજવી રહી છે. ત્યારે મારી નચિકેતા સ્કૂલના ગુજરાતી મીડીયમના બાળકો માટે લખેલી માતૃભાષા માટેની એક અછાંદસ કવિતા પ્રેમથી સ્વીકારજો.

        કયાંક એવું તો નહી બને ને કે વીસ પચ્ચીસ વરસ પછી આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે ?

        કમ્પ્યુટરના કાળઝાળ યુગમાં કકાનો સ્વાદ સુકકો થાતો જાય છે. બારખડી રીતસર પોતાના અસ્તિત્વને ટકાવવા માટે લડી રહી છે.

ક – કલમનો ‘ક’ ખરેખર ઘાયલ થઇ ગયો છે કોઇ તો મલમ ચોપડો

ખ – ખડીયાનાં ‘ખ’ ની શ્યાહી ખૂટી ગઈ છે.

ગ – ગણપતિને બદલે ગુગલનો ‘ગ’ ગોખાતો જાય છે.

ઘ – અમે બે અને અમારા એક ઉપર ઘરનો ‘ઘ’ પૂર્ણવિરામ પામી ગયો છે.

ચ – ચકલીનો ‘ચ’ ખોવાઇ ગયો છે મોબાઇલના ટાવરો વચ્ચે....

છ – છત્રીના ‘છ’ ઉપર જ માતૃભાષાને પ્રેમ કરનારા લોકોનો વરસાદ ઓછો થઇ ગયો છે.

જ – જમરૂખનો ‘જ’ જંકફૂડમાં ફુગાઇ ગયેલા ખમણ જેવા બચ્ચાઓ જન્માવી રહ્યો છે.

ટ – ટપાલીનો ‘ટ’ તો ટેબ્લેટ અને ટવીટરના યુગમાં ટીંગાય ગયો છે. એક જમાનામાં ટપાલીની રાહ આખુ ગામ જોતુ હતુ, હવે આખા ગામની રાહ ટપાલી જોવે છે કે કોક તો ટપાલ લખશે હજુ ?

ઠ – ઠળિયા થૂંકી થૂંકીને બોર ખાતી આખી પેઢીને બજારમાંથી કોઇ અપહરણ કરી ગ્યુ છે.

ડ – ડગલા તરફ કોઇએ ધ્યાન નથી દીધુ એટલે ઇ મનોચિકિત્સકની દવા લઇ રહ્યો છે.

ઢ – એ.સી.સ્કૂલોમાં ભણતા આજના બચ્ચાઓને પાણાના ઢગલાના ‘ઢ’ની સ્હેજ પણ કિંમત નથી.

ણ – ની ફેણ લોહી લુહાણ થઇ ગઇ છે પણ કોઇને લૂંછવાનો સમય કયાં?

ત – વીરરસનો લોહી તરસ્યો તલવાનો ‘ત’ હવે માત્ર વાર્ષિકોત્સવના તલવાર રાસમાં કયાંક કયાંક દેખાય છે

થ – થડનો ‘થ’ થપ્પાદામાં રીસાઇને સંતાઇ ગયો છે કારણ કે એ સંતાનો થડ મુકીને કલમની ડાળુએ ચોંટયા છે

દ – દડાનો ‘દ’ માં કોઇએ પંચર પાડી દીધુ છે એટલે બિચાકડો દડો દવાખાનામાં છેલ્લાશ્ર્વાસ પર છે

ધ – ધજાનો ‘ધ’ ધરમની ધંધાદારી દુકાનોથી અને ધર્મના નામે થતા હુલ્લડો જોઇને મોજથી નહી પણ ડરી ડરીને ફફડી રહ્યો છે.

ન – ઇલેકટ્રોનિક આરતીની વચ્ચે નગારાના ‘ન’  નો અવાજ સંભળાય છે કોને ?

પ – પતંગનો ‘પ’ તો બહુ મોટો માણસ થઇ ગયો છે અને હવે પાંચસો કરોડના કાઇટ ફેસ્ટીવલ નામે ઓળખાય છે.

ફ – L.E.D. લાઇટના અજવાળામાં ફાનસનો ‘ફ’ માત્ર ફેસબુક પર દેખાય છે.

બ – બુલફાઇટના ક્રેઝની વચ્ચે બકરીના ‘બ’ ને બધાયે બેન્ડ વાળી દીધો છે.

ભ – મોબાઇલ અને કમ્પ્યુટરની અધતન રમતો, ભમરડાના ‘ભ’ ને ભરખી ગઇ છે.

મ – મરચાનો ‘મ’ હવે કેપ્સીકમ થઇ ગયો છે ને મોબાઇલના સ્ક્રીન સેવર પર ડોકાયા કરે છે.

ય – ગાયને ગાયનો ‘ય’ બંને બિચારા થઇને કત્તલખાને રોજ કપાયા કરે છે.

ર – રમતનો ‘ર’ તો સિમેન્ટના જંગલો જેવા શહેરોની સાંકડી ગલીઓમાં અને ઉંચા ઉંચા ફલેટની સીડીઓ ઉતરતાં ઉતરતાં જ ગુજરી ગયો છે.

લ – લખોટીનો ‘લ’ તો ભેદી રીતે ગુમ છે, કોઇને મળે તો કહેજો.

વ – વહાણના ‘વ’ એ તો કદાચ હાજી કાસમની વીજળી સાથે જ જળ સમાધિ લઇ લીધી છે.

સ – સગડીનો ‘સ’ માં કોલસા ખૂટી જવાની અણી માથે છે.

શ – એટલે જ કદાચ શકોરાના ‘શ’ ને નવી પેઢી પાસે માતૃભાષા બચાવવાની ભીખ માંગવાની નોબત આવી છે.

ષ – ફાડીયા ‘ષ’ એ તો ભાષાવાદ, કોમવાદ અ પ્રદેશવાદના દ્રશ્યો જોઇને છાનો મૂનો આપઘાત કરી લીધો છે.

હ – હળનો ‘હ’ તો વેંચાય ગ્યો છે અને એની જમીન ઉપર મોટા મોટા મોંઘા મોલ ખડકાય ગ્યા છે.

ળ – પહેલા એમ લાગતું હતું કે એક ‘ળ’ જ કોઇનો નથી. પરંતુ હવે એમ લાગે છે કે જાણે આખી બારખડી જ અનાથ થઇ ગઇ છે.

ક્ષ/જ્ઞ – ક્ષાત્રત્વની જેમ માતૃભાષાના રખોપા કરવાનો જ્ઞાનયજ્ઞ કયાં ચોઘડીયે શરૂ કરીશું આપણે સૌ ?

        સ્કર્ટ મીડી પહેરેલી અંગ્રેજી માસીએ ઘર પચાવી પાડયું છે. અને સાડી પહેરેલી ગુજરાતી મા ની આંખ્યુ રાતી છે. પોતાના જ ફળિયામાં ઓરમાન થઇને ગુજરાતી મા કણસતા હૈયે રાહ જોવે છે કોઇ દિવ્ય 108ના ઇંતજારમાં....! આવો ઘાયલ થઇ ગયેલી ગુજરાતીને ફરી સજીવન કરીએ, બેઠી કરીએ, પ્રેમથી પોંખીએ. ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, નવી પેઢીને ગુજરાતીમાં ભણાવીએ અને એક સાચા ગુજરાતી તરીકે જીવીએ....!

Monday, February 8, 2016

કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)


કાન્ત - મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
ચકોર - બંસીલાલ વર્મા
ચંદામામા - ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
જિપ્સી -કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
દર્શક - મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ - મગનલાલ પટેલ
પારાર્શય - મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ
પુનર્વસુ - લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
ફિલસુફ - ચીનુભઈ પટવા
બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર - ઈબ્રાહીમ પટેલ
બેફામ - બરકતઅલી વિરાણી
મકરંદ - રમણભાઈ નીલકંઠ
પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી
અઝિઝ - ધનશંકર ત્રિપાઠી
અદલ - અરદેશર ખબરદાર
અનામી - રણજિતભાઈ પટેલ
અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી - ભોગીલાલ ગાંધી
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી ગોહિલ
મસ્ત, બાલ, કલાન્ત - બાલશંકર કંથારિયા
મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર - રસિકલાલ પરીખ
લલિત - જમનાશંકર બૂચ
વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
વાસુકિ - ઉમાશંકર જોષી
વૈશંપાયન - કરસનદાસ માણેક
શયદા - હરજી દામાણી
શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
શૂન્ય - અલીખાન બલોચ
શૌનિક - અનંતરાય રાવળ
સત્યમ્ - શાંતિલાલ શાહ
સરોદ - મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી - ધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
સેહેની - બળવંતરાય ઠાકોર
સુધાંશુ - દામોદર ભટ્ટ
સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
સોપાન - મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
સહજ - વિવેક કાણ
➲    તખલ્લુસ����

1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર –  ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા  – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી  – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ  –  ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી  –  ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ  –”કાન્ત’
17. બાલારામ દેસાઈ  –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ  –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની  –’અખો’
20. લાલજીભાઈ સુથાર  –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ  – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા  – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ  –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી  –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા  –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન  –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર  –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા  – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર  –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા  – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ  –‘ લલિત’
33. હરાજી લવજી દામજી  –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા  –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી  –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી  – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક  – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી  – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ  –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ  – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ  –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ  – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર  –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી  –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર  –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર  –’મધુર
������������������

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...