ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Wednesday, March 18, 2015

નવી નાયબ મામલતદાર ની ભરતી માટે ની કેટલીક અગત્યની માહિતી ............!

પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમ : આ પરીક્ષા ક્રમાનુસાર બે તબક્કામાં યોજવામાં આવશે :

�� Screening Test (પ્રાથમિક કસોટી) નું હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર ૧૦૦ગુણ અને ૧ કલાકના સમય માટે રહેશે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નપત્ર અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે: (૧) સામન્ય વિજ્ઞાન (૨) ભારતનું બંધારણ (૩) તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો (૪) ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિ (૫)ગુજરાતની ખેતી અને ઉધોગ (૬) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો - સાહિત્ય, કલા, ધર્મ (૭) સામાન્ય બૌધ્ધિક કસોટી (૮) ખેલ જગત (૯) ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા(૧૦) પંચાયતી રાજ (૧૧) મહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ તથા (૧૨) વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો (૧૩)મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો.

�� લેખિત મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં કુલ-3 પેપર રહેશે: (૧)પેપર-૧, ગુજરાતી (સ્નાતક કક્ષા), ૧૦૦ ગુણ (૨) પેપર-૨ અંગ્રેજી (ઇન્ટરમીડીયેટ કક્ષા), ૧૦૦ ગુણ (૩)પેપર-૩, સામાન્ય અભ્યાસ (સ્નાતક કક્ષા), ૧૦૦ ગુણ હશે. પેપર-૧ તથા પેપર-૩ના પ્રશ્નપત્રોનું સ્તર સ્નાતક કક્ષાનું તથા પેપર-૨ ના પ્રશ્નપત્રનું સ્તર ઇન્ટરમીડીયેટ કક્ષાનું રહેશે.પ્રત્યેક પેપર દીઠ સમય 3 કલાકનો રહેશે. Screening Test (પ્રાથમિક કસોટી) માં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તે કેટેગરીવાઈઝ લાયકી ધોરણ જેટલા ગુણ ધરવતા તથા જાહેરાતની જોગવાઈ મુજબ શૈક્ષણિક લાયકાત, વાય વગેરે સંતોષતા હશે તેવા, જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના કેટેગરીવાઈઝ આશરે ત્રણ ગણ ઉમેદવારોને જ લેખિત મુખ્ય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.

�� Screening Test (પ્રાથમિક કસોટી) માં ઉમેદવારને O.M.R, Sheetમાં જવાબ આપવા માટે A,B,C,D અને E એમ પાંચ વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ E 'Not attended' તરીકેનો રહેશે. ૩. (૧) ઉમેદવાર જે પ્રશ્નના જવાબ માટે જો પાંચમો વિકલ્પ E 'Not attended' એનકોડ કરેલ હશે તો તે પ્રશ્નના "શૂન્ય" ગુણ ગણાશે અને તે પ્રશ્ન માટે કોઈ નેગેટીવ ગુણ કાપવામાં આવશે નહીં. ૩(૨) તમામ વિકલ્પો (A,B,C,D, અને E) ખાલી રાખ્યા હોય અથવા પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો હોય તો તે પ્રશ્ન માટે નિશ્ચિત ગુણ એક હોય તો ૦.૩ ગુણ કુલ મેળવેલ ગુણમાંથી બાદ કરવામાં આવશે.

(૪) Screening Test (પ્રાથમિક કસોટી) માં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. આખરી પરિણામ માત્ર મુખ્ય લેખિત પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશે. ઉમેદવાર નાયબ સેક્શન અધિકારી કે નાયબ મામલતદાર કે આ બંને જગ્યા માટે ઉમેદવારી કરવા ઈચ્છતા હોય તો પણ તેમણે એક જ અરજી કરવાની રહેશે અને એક જ વખત પરીક્ષા ફી ચુકવવાની રહેશે.
(૫) પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. સિવાય કે, મુખ્ય લેખિત પરીક્ષાના પેપર નં.૨ (અંગ્રેજી)નું માધ્યમ બધાં ઉમેદવારો માટે અંગ્રેજી રહેશે.

No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...