વિકાસ કમિશ્નરશ્રીની કચેરી,
બ્લોક નં.૧૬/૨,ડો.જે.એમ.ભવન,
ગુજરાત રાજય,ગાંધીનગર
તા.૦૫/૦૫/૨૦૧૫
પ્રતિ,
ગ્રામ કોમ્પ્યુટર સાહસિક,
ઈ-ગ્રામ સેન્ટર,
તમામ
વિષયઃ- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનામાં ભાગ લેવા બાબત....
મહાશય,
ઉપરોકત વિષયના અનુસંધાને જણાવવાનુ કે, ભારત સરકાર દ્રારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનાની શરૂઆત સમગ્ર દેશમા તારીખ ૦૯/૦૫/૨૦૧૫ થી થનાર છે.
દેશના નાગરિકોને સામાજીક સુરક્ષા મળી રહે અને ફકત વાર્ષિક રુપિયા ૧૨.૦૦ ના પ્રીમીયમમાં રુપિયા ૨.૦૦ લાખનો દુર્ઘટના વીમો આ યોજના અન્વયે મળી શકે છે. તેમજ વાર્ષિક ફકત રુપિયા ૩૩૦/- ના પ્રીમીયમથી રુપિયા ૨.૦૦ લાખનો જીવન વીમો આ યોજના અન્વયે મળી શકે છે.
આ યોજના ભારતના સામાન્ય જન માટે ખૂબ જ ઉપયોગી અને સુરક્ષા પ્રદાન કરતી હોઈ આ યોજનામાં આપ જાતે, આપના કુટુંબીજનો, પંચાયતના સૌ ચુંટાયેલા પદાધિકારીઓ તેમજ ગામના સૌ પુખ્ત વયના ગ્રામજનો લાભ લે તે માાટે આપ સક્રિય સહયોગ આપશો તેવી વિનંતી છે.
આ માટે નિયત ફોર્મ આપના ગ્રામ્ય વિસ્તારની કોઈપણ બેન્કની શાખામાંથી કે www.jansuraksha.gov.in
/
www.financialservices.gov.in સાઈટ પરથી આપ જરુરી ફોર્મ ડાઉનલોડ કરી શકશો જેની જાણ થવા વિનંતી છે.
શુભકામનાઓ સહ.
આપનો વિશ્વાસુ
(પંકજ જોષી)
મેમ્બર સેક્રેટરી,
ઈ.જી.વી.જી.એસ.અને
વિકાસ કમિશ્નર
ગુ.રા.,ગાંધીનગર
No comments:
Post a Comment