ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Thursday, September 17, 2015

ઈતિહાસમાં ૧૮ સપ્ટેમ્બરનો દિવસ

ધરતી અને ચંદ્રનો પહેલો ફોટોગ્રાફ
સૌથી વધુ ફિલ્મો પ્રોડ્યૂસ કરતું ભારત
શબાના આઝમી

��ઈતિહાસમાં ૧૮ સપ્ટેમ્બરનો દિવસ��

����૧૮ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૪ દિવસ બાકી રહે છે.

��મહત્વની ઘટનાઓ��

����૧૫૦૨ - ક્રિસ્ટોફર કોલંબસ કોસ્ટારિકા પંહોચ્યા. આ એમની યાત્રાનો પાંચમો અને આખરી પડાવ હતો.
����૧૮૦૯ - લંડનમાં રૉયલ ઔવેરા હાઉસ ખુલ્લું મુકવામાં આવ્યું.
����૧૮૫૧ - ધ ન્યુયાર્ક ડેઇલી ટાઇમ્સ અખબારનું પહેલું સંસ્કરણ બહાર પડ્યું હતું.
����૧૯૧૯ - હૉલેંડમાં મહિલાઓને મતદાન અધિકાર મળ્યો.
����૧૯૨૨ - હંગેરી દેશનો રાષ્ટ્રસંઘમાં પ્રવેશ.
����૧૯૨૩ - ન્યૂયાર્ક શહેરમાં સમાચારપત્ર પ્રકાશકોની હડતાળ પડી, જે સપ્ટેમ્બર ૨૩ સુધી ચાલી.
����૧૯૬૭ - નાગાલેંડ રાજ્ય સરકારે કામકાજ માટે અંગ્રેજી ભાષાને માન્યતા આપી.
����૧૯૮૬ - મુંબઇથી પહેલી વાર મહિલા ચાલકોએ જેટ વિમાન ઉડાવ્યું.


��ધરતી અને ચંદ્રનો પહેલો ફોટોગ્રાફ ��

����નાસાએ ૧૯૭૭માં છોડેલા ડીપ સ્પેસ પ્રોબ 'વોયેજર-૧' દ્વારા ધરતી અને ચંદ્રનો એક સાથે પહેલો ફોટોગ્રાફ વર્ષ ૧૯૭૭માં આજના દિવસે લેવાયો હતો. ધરતીથી સવા કરોડ કિલોમીટર દૂરથી આ તસવીર લેવાઈ હતી.


��સૌથી વધુ ફિલ્મો પ્રોડ્યૂસ કરતું ભારત ��

����વર્ષ ૧૯૭૧માં ભારત વિશ્વમાં સૌથી વધુ ફીચર ફિલ્મો પ્રોડ્યૂસ કરતો દેશ બન્યા હોવાની જાહેરાત વર્ષ ૧૯૭૨માં આજના દિવસે થઈ હતી. તે સમયગાળા દરમિયાન ૪૩૩ ફિલ્મો પ્રોડ્યૂસ થઈ હતી.

��જન્મ��

��શબાના આઝમી ��

����બોલીવૂડનાં અભિનેત્રી શબાના આઝમીનો જન્મ વર્ષ ૧૯૫૦માં આજના દિવસે થયો હતો. પ્રસિદ્ધ શાયર કૈફી આઝમીની દીકરી શબાનાએ વર્ષ ૧૯૭૪માં શ્યામ બેનેગલની ફિલ્મ 'અંકુર'થી કરિયર શરૂ કરી હતી.

��વધુ માહિતી માટે જોતા રહો��

��Sandip Chaudhari(M.Sc.,B.Ed.)
મલેકપુર(ખે) પગારકેંદ્ર શાળાનો blog��

           ��પ્રેરણા��
��http://prerana2015.blogspot.in/


No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...