વિક્રમ અંબાલાલ સારાભાઈ
ડૉ. વિક્રમ સારાભાઈ
જન્મની વિગત-૧૨ ઓગસ્ટ,૧૯૧૯
અમદાવાદ, ગુજરાત
મૃત્યુની વિગત -૩૦ ડિસેમ્બર, ૧૯૭૧
થિરુવન્નથપુરમ માં કોવલમ, કેરાલા
રાષ્ટ્રીયતા-ભારતીય
અભ્યાસ -પી.એચ.ડી.
વ્યવસાય -વૈજ્ઞાનીક
કાપડ અને દવાનો કૌટુંબીક વ્યવસાય
વતન -અમદાવાદ
ખિતાબ- ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતા
પદ્મભૂષણ
પદ્મવિભૂષણ
જીવનસાથી- મૃણાલીની સારાભાઈ
સંતાન -કાર્તિકેય - મલ્લિકા
માતા-પિતા -સરલા - અંબાલાલ સારાભાઈ
નોંધ - ઇસરોનાં સ્થાપક.
ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ (૧૨ ઓગષ્ટ ૧૯૧૯ – ૩૦ ડિસેમ્બર ૧૯૭૧) ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. તે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે.
અમદાવાદ ની જાણીતી આઇ.આઈ.એમ, એન.આઇ.ડી સંસ્થાઓ તેમણે સ્થાપી હતી.
શરુઆતના વર્ષૉ
વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ, ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટિ સેન્ટર, અમદાવાદમાં છે.
૧૯૪૦માં સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી અને ૧૯૪૭માં યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.
કારકીર્દી
૧૯૪૧ થી ૧૯૪૬ દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાં તેઓએ કૉસ્મીક રેઝ નો અભ્યાસ કર્યો. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-પી.આર.એલ.) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે.
ડૉ. હોમિભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યુ કે તેમના માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું એક સદ્નસીબની વાત હતી.
વૈજ્ઞાનીક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબીક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.
ભારતીય અવકાશીય કાર્યક્રમ
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનીક લોંચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી.
ભારતના પ્રથમ રોકેટ લોંચીંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલાના અરબી સમુદ્રના કિનારે થીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમની ખૂબજ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડીયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.
ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.
અંગત જીવન
તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલીની સારાભાઈ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. ૫૨ વર્ષની ઉંમરે ૩૦ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ તેમનું નિંદ્રામા જ મૃત્યુ થયું હતુ.
પુરસ્કાર અને માનદ સ્થાનો
ભટનાગર પુરસ્કાર (૧૯૬૨)
ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨)
પદ્મભૂષણ (૧૯૬૬)
I.A.E.A ની શિબિરના પ્રમુખ (૧૯૭૦)
'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ (૧૯૭૧)
પદ્મવિભૂષણ (૧૯૭૨)
સ્થાપના
આઇ.આઇ.એમ. અમદાવાદ ની સ્થાપના.
અટીરા (ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના.
અન્ય માનદો
દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ કે જે તિરુવનંતપુરમ્ તરીકે પણ ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોકેટમાંના ભૌતિક અને પ્રવાહી ગતિવાહકો પર સંશોધન થાય છે.
અમદાવાદના બીજા ઉદ્યોગપતિઓ સાથે તેમણે આઇ.આઇ.એમ.ની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.
- Home
- 2 થી 8 ની કવિતાઓ
- મોટીવેશનલ વિડ્યો
- શાળા ઉપયોગી ફાઈલ
- ccc
- પ્રવૃત્તિ /પ્રોજેક્ટ્
- પ્રજ્ઞા વર્ગ મટીરીયલ્સ
- E-Books
- ગણિતના વિડ્યો
- પ્રેઝન્ટેશન
- સાયન્સ વિડ્યો
- ધોરણ ૧ થી ૫
- મારી શાળા
- ગણિત વિજ્ઞાન મંડળ
- સામાજિક વિજ્ઞાન
- સંસ્કૃત
- અંગ્રેજી
- ગુજરાતી
- My School Staff
- My School Blog
- Font
- Science and Technology
- AR - VR Aplication
- TEST PAPER
- Excel Sheets
- Mathametics
- હિન્દી
- ડાયસ-આધાર
- બાળમેળો
- શાળાની ભૌતિક સુવિધાઓ
- ગણિત
- Excel Sheets
- TEST PAPER
- AR - VR Aplication
- Science and Technology
- એડપ્ટસ- ઇકો કલબ
- GOVT. SERVICES
- પ્રવૃતિઓના ફોટાગ્રાફ્સ
ચાલતી પટ્ટી
ચાલતી પટ્ટી
Tuesday, August 11, 2015
ડૉ. વિક્રમ સારાભાઈ
Subscribe to:
Post Comments (Atom)
NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here
NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...
-
વહાલા વિદ્યાર્થી તથા શિક્ષક મિત્રો... આપની સમક્ષ આ ઓનલાઈન ટેસ્ટ મુકતા હું હર્ષની લાગણી અનુભવું છું.આશા છે કે આપ આ ટેસ્ટ થકી આપના જ્...
-
➢ સમગ્ર શાળા સંચાલન, વહીવટતેમજ S.M.C.રેકર્ડ નિભાવ અને વિદ્યાર્થીમંડળ રેકર્ડ તેમજ શિક્ષક લોગબુક અદ્યતનીકરણ ➢ શાળા રોજમેળ, કન્ટીજન્સી રોજમેળ, ...
-
New Masik Aayojan 2018 - Create By Nandini Prakashan To Download Click Hear
No comments:
Post a Comment