ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Sunday, August 9, 2015

૧૫મી ઓગષ્ટ

15 મી ઓગષ્ટ












મહત્વની ઘટનાઓ

  • ૧૫૧૯ – પનામા, પનામા શહેરનો પાયો નંખાયો.
  • ૧૯૧૪ – પનામા નહેર આવાગમન માટે ખુલ્લી મુકાઇ, 'એન્કોન' નામક પ્રથમ માલવાહક જહાજ                       નહેરમાંથી પસાર થયું.
  • ૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: જાપાન પરનો વિજયદિન – જાપાને શરણાગતી સ્વિકારી.
  • ૧૯૪૫ – દ્વિતિય વિશ્વયુદ્ધ: કોરિયા મૂક્તિ દિવસ.
  • ૧૯૪૭ – ભારત રાષ્ટ્રકુળનાં દેશો સમેત,યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.
  • ૧૯૪૭ – પાકિસ્તાનનાં સ્થાપક, મહમદ અલી ઝીણા, કરાંચીમાં, પાકિસ્તાનનાં પ્રથમ 'ગવર્નર                           જનરલ' પદે આરૂઢ થયા.
  • ૧૯૫૦ – ભારતનાં આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ જિલ્લાની રચના કરાઇ.
  • ૧૯૭૫ – બાંગ્લાદેશમાં સેનાએ બળવો કર્યો, શેખ મુજીબુર રહેમાન અને તેમનાં કુટુંબની હત્યા કરાઇ,                 એકમાત્ર તેમનાં પુત્રી "હસીના વાજિદ" બચી ગયા.

જન્મ

  • ૧૮૭૨ – શ્રી અરવિંદ (શ્રી ઔરબિન્દો),ભારતીય લેખક અને તત્વચિંતક (d. ૧૯૫૦)
  • ૧૯૭૫ – વિજય ભારદ્વાજ, ભારતીય ક્રિકેટર

અવસાન

  • ૧૯૪૨ - મહાદેવભાઈ દેસાઈ, મહાત્મા ગાંધીના અંગત મદદનીશ. (જ.૧૮૯૨)
  • ૨૦૦૪ – અમરસિંહ ચૌધરી, ભારતીય રાજકારણી, ગુજરાતના ભુ.પૂ.મુખ્યમંત્રી (જ. ૧૯૪૧)

તહેવારો અને ઉજવણીઓ

ભારત: સ્વતંત્રતા દિન      

આઝાદી કેરી  રણભેરી  બજી….
================================================================================
સત્યાગ્રહને  સથવારે  રે,  આઝાદી કેરી રણભેરી બજી,
અહિંસાને     આધારે    રે,  આઝાદી  કેરી  રણભેરી  બજી.
સુકલકડીમાં એવી  શૂરતા  ભરી,
અંગ્રેજ  વિલાયત ભાગે રે, આઝાદી  કેરી રણભેરી  બજી.
ટુંકી પોતડી  પ્રેમે  અપનાવી ,
રેટિયા કેરા  રણકારે   રે,  આઝાદી   કેરી  રણભેરી  બજી.
બારડોલીએ તો દીધા ડોલાવી,
સરદાર શા   શુરવીરે રે,  આઝાદી કેરી   રણભેરી   બજી.
લાલ ગુલાબ તો રહ્યું  છે શોભી,
જવાહર   જેવા  હીરે  રે,   આઝાદી  કેરી    રણભેરી   બજી.
આઝાદ હિન્દ ફોજના લલકારે,
સુભાષચંદ્રની   હાંકે   રે,   આઝાદી  કેરી    રણભેરી    બજી.
લાલાજી,  સુખદેવ ને ભગત સાથે,
શહીદો કેરી શહાદતે  રે,   આઝાદી  કેરી    રણભેરી   બજી.
નામી  અનામી   શહીદોની  સાખે,
રણબંકાની  રણહાંકે   રે,     આઝાદી  કેરી    રણભેરી   બજી.
ઓગષ્ટ માસે ને પંદરમીએ રાત્રે,
આઝાદી ઉજાસ આકાશે રે, આઝાદી કેરી   રણભેરી   બજી.
નવયુવાનો  હવે  સંકલ્પ  જ કરો,
જગત જાગે ત્રિરંગાના સાદે રે, આઝાદી કેરી રણભેરી બજી.
                           આભાર...   “સ્વપ્ન” જેસરવાકર  ( ગોવિંદ પટેલ)
============================================================================

 મા ભારતીની સ્તુતિ….
ભારત માડી ત્રિરંગા ધારી છે માનવતા જગ  ભારી
શિરે છે હિમાલય  ધારી ગંગા જમના શુદ્ધ જલધારી
પ્રાણ પ્યારી, સુંદર ન્યારીચરણે છે  રત્નાકર ધારી
શીશ નમાવું વારી જાઉં ખમ્મા ખમ્મા ભારત માડી….ખમ્મા ખમ્મા
=================================================
ભારત માત જેવી બીજી કોઈ  માત નથી
જગતના તાત જેવો બીજો કોઈ તાત નથી
વિવિધતામાં એકતા જેવી કોઈ ભાત નથી
ભારતીયતા જેવી  બીજી   કોઈ   નાત  નથી….બીજી કોઈ નાત નથી.
=================================================
ફૂલ  દે ફળ દે  શુદ્ધ ગંગા  જલ  દે
હિમાલય જેસી  ઉચાઇ દે મા ભારતી (૨)
ધન દે ધાન્ય દે  આન બાન, શાન  દે
માનવતા   ભારી દે  હે   મા   ભારતી (૨)
હદયમાં   જ્ઞાન દે  ચિતમાં વિજ્ઞાન દે
જગ વિધાતાનું વરદાન દે  મા ભારતીજી રે… જગ વિધાતાનું વરદાન દે.
                                               આભાર...   “સ્વપ્ન” જેસરવાકર  ( ગોવિંદ પટેલ)
===========================================================


                                         સ્વતંત્રતા દિવસ (ભારત)

           ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાંરાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે. જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જિવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સામાન્યતઃ તેમની સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને હાકલ કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.

No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...