ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Sunday, August 9, 2015

અરુણિમા સિંહા - એક પગે એવરેસ્ટ સર કરનાર

એક પગે એવરેસ્ટ સર કરનાર અરુણિમા સિંહાનું પ્રેરણાત્મક વક્તવ્ય


હું ૨૬ વર્ષની છુંહું વોલીબોલ ચેમ્પિયન રહી ચુકી છું૨૦૧૧માં હું એક વાર લખનૌથી દિલ્હી આવી રહી હતીત્યારે કેટલાક બદમાશોએ મને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધીમેં સોનાની ચેઈન પહેરી હતીસામાન્ય વર્ગનો ડબ્બોહતો,ઘણાં બધાં લોકોએ માત્ર તમાશો જોયા કર્યોકોઈ મદદ માટે આગળ આવ્યું નહિપણ એક રમતવીરનો આત્મા તેનીપાસેથી કોઈક કંઈ ઝૂંટવી જાય ત્યારે શાંત રહી શક્તો નથીતે સામનો કરે છેમેં પણ  બદમાશોએ ચેઈન ખેંચવાનોપ્રયત્ન કર્યો ત્યારે તેમની સામે ઝૂકી જવાને બદલે તેમનો સામનો કર્યો પણ તેઓ ચાર-પાંચ હતાંતેમણે મને ઉંચકીનેચાલુ ટ્રેને ડબ્બાની બહાર ફેંકી દીધીદુર્ભાગ્યવશ તે  સમયે સામેના પાટા પરથી ટ્રેન આવી રહી હતીહું  ટ્રેન સાથેભટકાઈ અને પાટા પર નીચે પડી ગઈબંને ટ્રેનો પસાર થઈ ગઈ ત્યાર બાદ મેં મારા બંને હાથ વડે ટેકો લઈ ઉભા થવાપ્રયત્ન કર્યો અને મેં શું જોયુંમારો એક પગ કપાઈ ગયો હતોમેં જીન્સ પહેર્યું હતું તેમાંથી મારો એક પગ કપાઈને બહારફેંકાઈ ગયો હતો અને બીજા પગનાં પણ હાડકા વગેરે તૂટી ગયા હતાંબહાર આવી ગયા હતાંઆખી રાત હું પાટા પરપથ્થરો વચ્ચે પીડાથી કણસતી મદદ માટેની ચીસો પાડતી પડી રહીકોઈ બચાવવા  આવ્યુંમારી દ્રષ્ટી ક્ષીણ થઈ રહીહતીપાટા પરથી અન્ય ટ્રેન પસાર થાય ત્યારે આજુ બાજુની જમીન સાથે હું પણ ધ્રૂજી ઉઠતી હતીરાતે મારા કપાયેલાપગ પર ઉંદરો આવીને ચાંચ મારવા લાગ્યાંમારા શરીરની સઘળી ચેષ્ટાઓ બંધ થઈ ગઈ હતી પણ મારૂં મગજ સતતકાર્યરત હતુંઆખી રાત હું એમ વિચારતી  પડી રહી કે હું કઈ રીતે મારી જાત ને બચાવું?

સવારે આસપાસના ગામવાળાઓએ મને પાટા પર પડેલી જોઈઉત્તર પ્રદેશના બરેલી જીલ્લા પાસે  ઘટનાબની હતીગામવાળાઓએ મને ત્યાંની હોસ્પિટલમાં પહોંચાડી ગામડાની નાનકડી હોસ્પિટલમાં મને જોઈ ડોક્ટરો, ફાર્માસિસ્ટ વગેરે સૌ ચર્ચા કરવા માંડ્યા કે  છોકરીનો ઇલાજ શરૂ કઈ રીતે કરવોઅમારી પાસે એનેસ્થેશિયાનથી,શસ્ત્રક્રિયાના સાધનો નથીમને કંઈ દેખાઈ રહ્યું નહોતું પણ હું બધું સાંભળી રહી હતીકોણ જાણે ક્યાંથી મારામાંઅદભૂત તાકાત આવી ગઈ હતીમેં ડોક્ટર અને ફાર્માસિસ્ટ સાથે વાતચીત કરી મને બચાવી લેવા કહ્યું.તમે ક્યારેયસાંભળ્યું છે કે કોઈ ડોક્ટરે દર્દીને પોતાનું લોહી આપી તેનો ઇલાજ કર્યો હોય?પણ મારી હિંમત જોઈ  ડોક્ટર અનેફાર્માસિસ્ટે એક એક બાટલો લોહી મને આપી મારા પગને એનેસ્થેસિયા વગર શસ્ત્રક્રિયા થકી દૂર કર્યો.આજે પણ હું દર્દને મહેસૂસ કરું છું.જ્યારે જ્યારે હું  ઘટના શબ્દોમાં વર્ણવું છું ત્યારે ત્યારે  પીડા હું ફરી અનુભવું છું.

ત્યાર બાદ વાત મિડીયામાં આવી,લોકોને ખ્યાલ આવ્યો કે અરુણિમા રાષ્ટ્રીય સ્તરની ખેલાડી છેમનેકે.જી.એમ.સી.(કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજલખનૌથી  દિલ્હીની AIIMS (All India Institute of Medical Sciences)ટ્રોમા સેન્ટર સારવાર અર્થે લઈ જવામાં આવી.ખેલાડી હોવાને કારણે મને સારી ટ્રીટમેન્ટ મળી રહી હતી.ચારેક મહિનાસુધી હું AIIMS માં રહીપછી જ્યારે મને થોડી કળ વળી અને મેં અખબારો વાંચ્યા ત્યારે તેમાં છપાયેલી ગોળ ગોળ વાતોવાંચી મને આઘાત લાગ્યો.એક ખબરમાં એમ લખાયેલું કે અરુણિમા પાસે ટિકીટના પૈસા નહોતા એટલે એણે ટ્રેનમાંથીકૂદકો માર્યો.મારા ઘરવાળાઓએ  અફવાનું ખંડન કર્યું.બીજી એક ખબરમાં એમ જણાવ્યું હતું કે અરુણિમા આત્મહત્યાકરવા પાટા પર કૂદી હતી.એક છોકરીનો પગ કપાઈ ગયો છે,તેના ભવિષ્યનું કંઈ ઠેકાણું નથી,તે હવે પોતાને પગે ચાલીશકશે કે વ્હીલચેરના સહારે તે નક્કી નથી,તેના કરોડરજ્જુમાં ત્રણ ફ્રેક્ચર હતાં, તેને  પણ ખબર નહોતી કે પથારીમાંથી ફરી બેઠી થઈ શકશે કે નહિ,ત્યારે તમે માત્ર અંદાજ લગાવી શકશો કે મિડીયામાં ચગેલી ખોટી વાતો વાંચી-સાંભળી મારા હ્રદયમાં કેવા સ્પંદનો ઉઠતા હશેમારી મનોસ્થિતી કેવી થઈ હશે, પરીવારની શી પરિસ્થિતી થઈહશે જેની એક જુવાન છોકરીનો આવો કમનસીબ અકસ્માત થયો હતો પણ કહેવાય છે ને જ્યાં ચાહ હોય ત્યાં રાહ મળી રહે છે.ત્યારે AIIMS ની પથારીમાં સૂતા સૂતા મેં નિર્ણય કર્યો કે હું પરિસ્થિતી સામે ઝૂકીશ નહિલાચાર બની જઈશનહિ.અમારો એક મધ્યમ વર્ગીય પરિવાર હતો અને વાતો ઘણી ઉંચા સ્તરની ચાલી રહી હતી.અમે બૂમો પાડી પાડીનેસત્ય કહેવાની કોશિષ કરી રહ્યા હતા,પણ કોઈ સુધી અમારો સાચો અવાજ પહોંચી રહ્યો નહોતો.

મેં મારા દિલોદિમાગથી એક વાત નો સંકલ્પ કર્યો કે ભલે આજે સમય મારી સાથે નથી,જેને જેટલું બોલવું હોય બોલી લે પણ એક દિવસ મારો પણ આવશે અને હું સાબિત કરી દઈશ કે હું શું હતી શું છું.
મારા જીવનનો એક અતિ અઘરો નિર્ણય ત્યારે મેં AIIMS ની પથારીમાં પડ્યા પડ્યા લીધો - પર્વતારોહણકરવાનોપર્વતારોહણ માટે જરૂરી હોય છે પ્રશિક્ષણ અને સ્પોન્સરશીપ.ચાલીસ-પચાસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ માટે ભેગી કરવી પડે.આવડી મોટી રકમ મેં ક્યારેય જીવનમાં જોઈ નહોતી. ભેગી કરવી મારા માટે ખુબ અઘરૂં હતું.અને જ્યારે મેં લોકો સમક્ષ જાહેર કર્યું કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે ત્યારે લોકોની પહેલી પ્રતિક્રિયા આવી હતી "શુંપાગલ થઈ ગઈ છે તુ?તારું મગજ છટકી ગયું લાગે છે.તું ક્યારેય  કરી શકશે નહિ.તારો એક પગ નથીજે છે એમાંસળીયો બેસાડેલો છે,તારી કરોડરજ્જુમાં પણ ફ્રેક્ચર છેછાનીમાની નોકરી કરીને બેસી રહે." લોકોની મોટી સમસ્યા  છેતેઓ મુશ્કેલીઓને જુએ છે,શારીરિક ક્ષમતાથી  વ્યક્તિની લાયકાત માપે છે,મનની આંતરીક તાકાતનું તેમને મનજાણે કોઈ મૂલ્ય  નથી.મારા મનમાં શી ભાંજગડ ચાલી રહી છે તેનો કોઈને અંદાજ   નહોતો.એક વાત યાદ રાખજો -માણસ નો સૌથી મોટો પ્રેરણાસ્રોત હોય છે તેનું પોતાનું મનજે દિવસે કોઈક લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારો અંતરાત્માજાગી ગયો  દિવસથી તમને  લક્ષ્યની પ્રાપ્તિમાં કોઈ રોકી શકશે નહિ હું કિતાબી વાત નથી બોલી રહીઆજેમારો જે સ્વ-અનુભવ છે તે હું તમારા સૌ સાથે શેર કરી રહી છું.
મારો પરિવાર મારા માટે કરોડરજ્જૂ સમાન હતોમારા ભાઈ મારૂં પીઠબળ બની રહ્યા.તેમણે મારી મુલાકાતબચેન્દ્રીપાલ સાથે કરવવાનું નક્કી કર્યું જેમણે ૧૯૮૪માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતોહોસ્પિટલમાંથી બહાર નિકળતીવખતે મારા જમણા પગે ટાંકા આવ્યા હતાંહોસ્પિટલમાંથી રજા મળે ત્યારે મોટા ભાગના લોકો એમ વિચારતા હોય કે હવેઆગળનું જીવન કઈ રીતે વ્યતિત કરીશું પણ હું ઘેર ગઈ ત્યારે મારા મગજમાં બે  વાતો રમી રહી હતી કે હું લોકોને કઈરીતે સાચી હકીકત જણાવી શકીશ અને કઈ રીતે એવરેસ્ટનું શિખર સર કરીશઅમે બચેન્દ્રી પાલ મેડમને મળવા ગયા.તેઓ મને,મારી સ્થિતીને જોઈ રડી પડ્યાતેમણે મને હિંમત આપતા કહ્યું કે મેં જ્યારે આવી વિકટ પરિસ્થિતીમાં પણએવરેસ્ટ જેવો દુર્ગમ પહાડ ચડવાનું નક્કી કર્યું ત્યારે મનમાંતો  મેં   સર કરવાની સફળતા મેળવી  લીધી છે, હવેમાત્ર મારે લોકો સમક્ષ   સિદ્ધ કરી બતાડવાનું હતું .મારા પરીવારજનો સિવાય  એક માત્ર મહિલા હતી જેણે મારામાંવિશ્વાસ વ્યક્ત કર્યોતેમણે મને ખાતરી અપાવી કે હું મારો લક્ષ્યાંક પાર પાડી શકીશમારા માટે   બહુ મોટી વાતહતી.
મારા મનોરથ મુજબનું આયોજન થઈ રહ્યું હતુંબચેન્દ્રી મેડમ પણ મળી ગયા,પણ જ્યારે તમે પ્રત્યક્ષ મેદાનમાંઉતરો ત્યારે તમને તમારી ક્ષમતાની સાચી પરખ થાય છેમેડમે કહ્યું કે તમે એક અઘરું કામ પાર પાડવાનો નિર્ણય તોલઈ લીધો છે પણ હવે  સાબિત કરી બતાવો કે તમે  કરવા સક્ષમ છોમેં કહ્યું મેડમ મને બસ એક તકની જરૂર છે.જ્યારે અમે એવરેસ્ટની તળેટીમાં પહોંચ્યા ત્યારે માલૂમ પડ્યું  કાર્ય કેટલું દુષ્કર હતુંરોડહેટથી બેઝકેમ્પ સુધીપહોંચતા જ્યાં સામાન્ય લોકોને બે થી અઢી મિનિટનો સમય લાગે તે કરતા મને ત્રણ-ત્રણ કલાક લાગતાંકારણ મારાજમણા પગના હાડકા સંધાયા નહોતાં અને ડાબો પગ કૃત્રિમ તો બેસાડી દેવાયો હતો પણ ત્યાં ઘા તાજા હતાં.જો ડાબા પગપર જરા જેટલો ભાર વધુ આવે તો તેમાંથી લોહી નિકળવા માંડતુબધા લોકો ત્યાં સામાન્ય હતાંજ્યારે એકાદ શિખર સરકરવાનું થતું ત્યારે તેઓ મને કહેતા કે અરુણિમા તું ધીમે ધીમે આવમને ત્યારે ભારે હતાશા થતી કે  શું છેમેં એવરેસ્ટસર કરવાનું નક્કી કર્યું છે અને હું  સામાન્ય માણસો ભેગી ચાલી પણ નથી શકતી.
હું હિંમત  હારી અને મેં સંકલ્પ કર્યો કે એક દિવસ હું  બધા કરતા આગળ હોઈશતમને વિશ્વાસ નહિ થાયઆઠ મહિનામાં હું ભારે વજન ઉંચકી  બધાંથી ખરેખર આગળ સૌથી પહેલી બેસકેમ્પથી ટોચ પર પહોંચી જવા માંડી.વાતથી ખુશી તો થતી  પણ વધુ આનંદ ત્યારે થતો જ્યારે તેઓ આવી મને પૂછતા કે મેડમ તમે શું ખાઓ છો!એક પગખોટો હોવા છતા તમે કઈ રીતે  કરી શકો છો?કઈ રીતે ચાલી શકો છો આટલી ઝડપે?
પછી તો મને એવરેસ્ટ ચડવા માટે સ્પોન્સરશીપ પણ મળી.છતાં એવરેસ્ટની યાત્રામાં મારા માટે સૌથી મુશ્કેલકામ હતું બીજાઓને વિશ્વાસ અપાવવાનું કે હું એવરેસ્ટ સર કરી શકીશ મારા એક કૃત્રિમ પગ સાથે,પ્રોસ્થેટિક લેગ સાથે.
હું શેરપા (માઉન્ટ એવરેસ્ટ પર ચડતી વખતે દરેક પર્વતારોહક સાથે એક શેરપા હોવો જરૂરી હોય છે)પાસે જઈ તેને પણ  વિશે  કન્વીન્સ કરતા ડરતી હતીશેરપાએ જ્યારે  વાત સાંભળી ત્યારે તેની પ્રથમ પ્રતિક્રિયા  હતી કે એક પગ ખોટો અને બીજા પગમાં રોડ સાથે હું  દુષ્કર કાર્ય કઈ રીતે કરી શકીશઆમાં તો એનો પણ જીવમારા કારણે ચાલ્યો જશેપણ જેમતેમ કરીને મેં અને બચેન્દ્રી મેડમે તેને સમજાવી લીધો.
તમે કદાચ ટી.વી.પર કે બીજે ક્યાંક માઉન્ટ એવરેસ્ટ પરના ભૂરા-લીલા બરફના સુંદર ચિત્ર જોયા હશેપણ ભૂરો-લીલો બરફ દેખાતો ભલે ખુબ સુંદર હોય પણ હલાવી નાંખનાર - ખતરનાક સાબિત થાય છેઅમારા ગ્રુપમાં જણ હતાંજ્યાં સુધી ખડકાળ વિસ્તાર હતો ત્યાં સુધી હું સૌથી આગળ રહેતી પણ જ્યારથી ભૂરો-લીલો બરફ શરૂ થયોત્યારથી મારો પ્રોસ્થેટિક લેગ લપસી જવા માંડ્યોહું સંભાળીને ચાલવાના અથાગ પ્રયત્નો કરતી પણ મારો કૃત્રિમ પગજાણે મારા કહ્યામાં  નહોતો રહેતોએક વાર પ્રયત્ન કરું,બે વાર,ત્રણ વાર,ચાર વાર....જ્યાં બરફ પીગળ્યો હોય અનેથોડી ખાંચા જેવી જગા બની ગઈ હોય ત્યાં પગ ભેરવી હું ઉપર ચડતીડાબા પગે દુખતુંજમણા પ્રોસ્થેટિક પગે તો લપસીજવાને કારણેઆખો પગ  ફરી જવાને કારણે ચાલવું શક્ય  નહોતું બનતુંશેરપા  એક સમયે કહ્યું અરુણિમા તું ખોટુંજોર  કરીશ,તું હવે આગળ વધુ ઉપર નહિ ચડી શકે.પણ મેં તેને મક્કમતાપૂર્વક કહ્યું કે  મારો પગ છે અને તેનેનિયંત્રણ માં રાખવાનું કામ પણ મારૂં છે.એને હું ચલાવીશ.ખેર બરફ પીગળી જતો  પગ મૂકતા અને હું ધીમે ધીમેઆગળ વધતી.

ત્રીજા કેમ્પ સુધી ગાડું   રીતે ચાલ્યું પણ પછી ખરી કપરી યાત્રા શરૂ થઈસાઉથ સમિટ પોલ ઘણો વિકટપોઇન્ટ હતોઅત્યાર સુધી તો અહિં ના વિષમ વાતાવરણ સાથે એક્લિમટાઈઝ કર્યું પણ ભલભલા પર્વતારોહકોના હાંજાગગડી જાય જ્યારે તેઓ કોઈને,સાથી પર્વતારોહકને નજર સામે મરતા જુએ.હાલત વધુ ખરાબ થાય જ્યારે ભાન થાય કે આસપાસ પડેલી લાશો   કરવા જતા ઢળી પડી છે જે મારૂં પણ અત્યારે ધ્યેય છે.મોટા ભાગનું ચઢાણ રાતે થતુંહોય છે જ્યારે વાતાવરણ સાનુકૂળ હોય. સમયે મારા માથે પહેરેલી હેડલાઈટ જ્યાં જ્યાં પડતી ત્યાં ત્યાંપર્વતારોહકોની લાશ પડેલી નજરે ચડતી.એક દ્રષ્ય મને હજી યાદ આવે છે ને મારા રૂંવાડા ઉભા થઈ જાય છે.એક બાંગ્લાદેશી પર્વતારોહકને મેં મારી નજર સામે છેલ્લા શ્વાસ લેતો જોયો.તેનું શરીર જરા જરા હલી રહ્યું હતું અને તેનો હાથ ધ્રુજીરહ્યો હતો.તેના મોઢા માંથી નિસહાયતા ભર્યા '............' એવા સ્વર નિકળી રહ્યા હતાં.તેનો ઓક્સિજન ખૂટીરહ્યો હતો અને હું લાચાર બની  ભયાનક દ્રષ્ય જોઈ રહી હતી,કંઈ કરી શકવા સમર્થ નહોતીહું કદાચ વર્ણવી નહિ શકું કે દ્રષ્ય જોઈ હું કેટલી ડરી ગઈ હતીદસથી પંદર મિનિટ હું ત્યાં ઉભી રહી.મેં ત્યાં પડેલ દરેક લોકો તરફ દ્રષ્ટી નાંખી કહ્યુંતમે તો શિખર સુધી પહોંચી શક્યા નહિપણ તમારા બધા વતી હું  માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કરીશ.

જેવું આપણે વિચારીએ છીએ   રીતે આપણું શરીર વર્તે છેમેં લંગર પર લદાયેલા દોરડા પર લટકી લાશોને લાંઘી ફરી ઉપર તરફ ચઢવાનું શરૂ કર્યુંએમ કર્યા વગર છૂટકો  નહોતો.ચોથા કેમ્પ પાસે પહોંચ્યા ત્યારે મારાશેરપાએ મને જોરથી ધબ્બો માર્યો અને કહ્યું કે અરુણિમા પાછા ફરીએતારો ઓક્સિજન પૂરો થવાની અણી પર છે.

હવે માઉન્ટ એવરેસ્ટનું શિખર હાથવેંતમાં  હતું.તમે વિચાર કરો જ્યારે તમારી મંઝીલ એકદમ નજીક હોયઅને કોઈ તમને કહે તમારે પાછા ફરવાનું છે તો તમે કેવી પ્રતિક્રિયા આપોમેં કહ્યું સર હું કોઈ કાળે પાછી ફરવાનીનથી.તેમણે કહ્યું અરુણિમા જિંદગી બચશે તો ફરી આવીને તું પર્વતારોહણ કરી શકશે.

જીવનમાં સુવર્ણ તકો વારંવાર આવતી નથી. તમારા પર નિર્ભર છે કે તમે એને પકડી લો છો કે છોડી દોછો.મારે  સોનેરી અવસર કોઈ ભોગે ગુમાવવો નહોતો.હું જાણતી હતી કે મને મહા મહેનતે સ્પોન્સરશીપ મળી હતી જેં હુંનિષ્ફળ જઈશ તો ફરી પ્રાપ્ત નહિ થાય.


(ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...