ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Tuesday, February 23, 2016

બજેટની હાઈ લાઇટ

● બજેટની વાર્ષિક યોજનાનું કદ ₹85,557 કરોડ ગત વર્ષની સરખામણીએ કદમાં ₹6,262 કરોડનો વધારો.

● 2016-17 રૂ. 245.49 કરોડની પુરાંત.

HIGHLIGHTS:

◆ શિક્ષણ વિભાગ માટે 23,815 કરોડ
◆ પ્રવાસન અને યાત્રાધામ વિકાસ 834 કરોડ
◆ શ્રમ અને રોજગાર 1516.22 કરોડ
◆ મહિલા અને બાળ વિકાસ 2615.81 કરોડ
◆ શહેરી વિકાસ 11256.88 કરોડ
◆ આરોગ્ય અને પરિવાર કલ્યાણ 8212.05 કરોડ
◆ માર્ગ અને મકાન માટે 8402.20 કરોડ
◆ ઊર્જા-પેટ્રો.કેમિ. માટે 7794.38 કરોડ
◆ કૃષિ અને સહકાર વિભાગ માટે 5792.45 કરોડ
◆ કાયદો અને વ્યવસ્થા માટે 4643.03 કરોડ
◆ મહેસૂલ વિભાગ માટે 2893.45 કરોડ
◆ વન અને પર્યાવરણ માટે 1292.86 કરોડ
◆ સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ માટે 848 કરોડ
◆ સિવિલ સપ્લાય માટે 1029.78 કરોડ
◆ હોમ ડિપાર્ટમેન્ટ માટે 4643 કરોડ
◆ કાયદા વિભાગ માટે 1723 કરોડ
◆ સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે 1066 કરોડ
◆ સરદાર સરોવર યોજના માટે 9050 કરોડ
◆ અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 125 કરોડ
◆ પોર્ટ અને ટ્રાન્સપોર્ટ માટે 1317 કરોડ
◆ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવા 10 કરોડ
◆ કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ માટે 5940.08 કરોડ
◆ ગ્રામિણ વિકાસ માટે 2764.89 કરોડ
◆ ખાસ વિસ્તાર કાર્યક્રમ માટે 50 કરોડ
◆ સિંચાઈ અને પૂરનિયંત્રણ માટે 14294.20 કરોડ
◆ ઊર્જા માટે 6823.82 કરોડ
◆ ઉદ્યોગ અને ખનિજ માટે 2955.82 કરોડ
◆ પરિવહન માટે 7969 કરોડ
◆ સંદેશ વ્યવહાર માટે 997.35 કરોડ
◆ વિજ્ઞાન, પ્રોદ્યોગિકી અને પર્યાવરણ માટે 721.96 કરોડ
◆ સામાન્ય આર્થિક સેવાઓ માટે 2645.78 કરોડ
◆ સામાજિક સેવાઓ માટે 40285.52 કરોડ
◆ સામાન્ય સેવાઓ માટે 109.92 કરોડ

FULL BUDGET:

● સુજલામ સુફલામ યોજના માટે ₹14294 કરોડની જોગવાઇ.

● નર્મદા યોજના માટે ₹9,050 કરોડનું આયોજન.

● જળસંપત્તિ અને કલ્પસર માટે ₹5,244 કરોડનું આયોજન.

● કૃષિ અને સહકાર વિભાગ માટે ₹5,792 કરોડનું આયોજન.

● મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વાર્ષિક આવક મર્યાદા ₹4.50 લાખથી વધારી ₹6 લાખ કરાઇ; પર્સેન્ટાઇલની મર્યાદા 90% થી ઘટાડીને 80% કરાઇ.

● મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન માટે ₹1,000 કરોડની ફાળવણી.

● શિક્ષણ વિભાગ માટે ₹23,815 કરોડની ફાળવણી.

● આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ₹8,212 કરોડની ફાળવણી

● મહિલા અને બાળવિકાસ માટે ₹2,615 કરોડની ફાળવણી.

● સામાજિક ન્યાય અધિકારિતા માટે ₹2,729 કરોડની જોગવાઇ.

● વિકસતી જાતિઓ માટે ₹1,105 કરોડની ફાળવણી.

● સમાજ સુરક્ષા માટે ₹623 કરોડની ફાળવણી.

● રમતગમત માટે ₹570 કરોડની ફાળવણી.

● માર્ગ મકાન વિભાગ માટે ₹8,402 કરોડની ફાળવણી.

● એક લાખ હેક્ટરમાં સિંચાઇ સુવિધા વધશે, કલ્પસર માટે ₹5244 કરોડનું આયોજન.

● બંદરો અને વાહન વ્યવહાર માટે ₹1,317 કરોડની ફાળવણી.

● ઊર્જા અને પેટ્રોકેમિકલ માટે ₹7,794 કરોડની ફાળવણી.

● ઉદ્યોગ અને ખાણવિભાગ માટે ₹3,545 કરોડની ફાળવણી.

● વાઇબ્રન્ટ ગુજરાત 2017 માટે ₹70 કરોડની જોગવાઇ.

● ધોલેરા સર માટે ₹1,806 કરોડ.

● સ્ટાર્ટ અપ પ્રોજેકટ માટે ₹50 કરોડની જોગવાઇ.

● શ્રમ-રોજગાર માટે ₹1,516 કરોડની જોગવાઇ.

● પ્રવાસન-યાત્રાધામ વિકાસ માટે ₹834 કરોડની ફાળવણી.

● આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ₹8,212 કરોડની ફાળવણી.

● મહિલા અને બાળવિકાસ માટે ₹2,615 કરોડની ફાળવણી.

● સામાજિક ન્યાય અધિકારિતા માટે ₹2,729 કરોડની જોગવાઇ.

● માર્ગમકાન વિભાગ માટે ₹8,402 કરોડની ફાળવણી.

● સમાજસુરક્ષા માટે ₹623 કરોડ ફાળવણી કરાઈ.

● રમતગમત માટે ₹570 કરોડ ફાળવણી કરાઈ.

● શહેરીવિકાસ-ગૃહનિર્માણ માટે ₹11,256 કરોડની ફાળવણી.

● રાજ્યમાં કુલ 6 નવા ફ્લાયઓવર બનશે
6 ફ્લાયઓવર માટે ₹515 કરોડની જોગવાઇ.

● અમદાવાદમાં બનશે બે નવા ફ્લાયઓવરબ્રિજ: ૧. નરોડા ફ્લાયઓવર ૨. પકવાન જંકશન ફ્લાયઓવરબ્રિજનો સમાવેશ.

● રાજ્યમાં સ્થપાશે દેશની પ્રથમ ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટી. ઓર્ગેનિક ફાર્મિંગ યુનિ. માટે ₹10 કરોડની જોગવાઇ.

● ખેડૂતો માટે ફૂડ પ્રોસેસિંગ અને એગ્રો બિઝનેસ પોલિસી અંતર્ગત ₹25 કરોડની જોગવાઇ.

● GIDCમાં અલગ SME સેલ સ્થપાશે.

● સાણંદ ખાતે મહિલા ઔદ્યોગિક પાર્ક બનાવાશે.

● GIDC દ્ધારા ઔદ્યોગિક પાર્ક માટે ₹200 કરોડની જોગવાઇ.

● MSME એકમો માટે ₹596 કરોડની જોગવાઇ.

● ટેક્સટાઇલ ઉદ્યોગો માટે ₹ 500 કરોડની જોગવાઈ.

● ઔદ્યોગિકવિસ્તારો માટે ₹200 કરોડની જોગવાઇ.

● રાજકોટ ખાતે ₹10 કરોડના ખર્ચે સ્થપાશે એક્ઝિબિશન સેન્ટર.

● અગરિયા અને મીઠા ઉદ્યોગ માટે ₹31 કરોડની જોગવાઇ.

● ગુજરાતના 59 રસ્તા ફોર લેન બનાવાશે
બગોદરાથી. ભાવનગર સુધીનાં હાઇવેને ચાર માર્ગીય કરાશે; અંકલેશ્વર, રાજપીપળા હાઇવેને ચાર માર્ગીય કરાશે; ડભોઇથી કેવડિયા કોલોની રોડને ચાર માર્ગીય કરાશે; સાણંદ, કડી, મહેસાણા માર્ગને ચાર માર્ગીય કરાશે.

● રાજ્ય સરકારે સ્માર્ટ વિલેજ યોજના માટે કરી ₹185 કરોડની જોગવાઇ. રાજ્યનાં 300 ગામોને સ્માર્ટ વિલેજ બનાવાશે.

● મુખ્યપ્રધાન અમૃતમ યોજના માટે ₹160 કરોડની ફાળવણી. ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરના દર્દીઓને મળશે વિનામૂલ્યે દવાઓ - તમામ સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે આજીવન દવાઓ પૂરી પડાશે.

● મહિલાઓ માટે મુખ્યપ્રધાનનો ઐતિહાસિક નિર્ણય - ગર્ભાશયના મુખના કેન્સર,સ્તન કેન્સરની સરકારી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલોમાં આવકની કોઇપણ મર્યાદા વગર અપાશે વિનામૂલ્યે સારવાર.

● એક વર્ષમાં 66,000 જગ્યાઓ માટેની ભરતી બહાર પડશે:
શિક્ષણક્ષેત્ર  20,400
પોલીસતંત્ર 17,200
આરોગ્યક્ષેત્ર 7,800
મહેસૂલીતંત્ર 7,800
વનવિભાગ  1,600
ઇજનેરી વિ.  1,200
હિસાબીશાખા 1,100
જુનિયર ક્લાર્ક 3,000

● બાગાયતી પાકો માટે ચાર નવા "સેન્ટર ઓફ એકસેલન્સ" સ્થપાશે.

● શુગર કો.ઓપ.મિલોની સુધારણા માટે ₹50 કરોડની જોગવાઇ.

● ખેડૂતોને ખરીદપાક માટે ₹3 લાખ સુધીની લોન મળશે - રાજ્યના 38 લાખ ખેડૂતને મળશે સીધો લાભ ; 1% ટકાના દરે મળશે ₹3 લાખની લોન ; ₹375 કરોડની જોગવાઇ.

● અમદાવાદના મેટ્રો પ્રોજેકટ માટે ₹722 કરોડની જોગવાઇ - સુરત મેટ્રો અને અમદાવાદ-ગાંધીનગર ફેઝ-2 માટે જોગવાઇ.

● DPR માટે ₹2 કરોડની જોગવાઇ કરાઇ.

● સ્માર્ટ સિટી,અમૃત યોજનાના 31 શહેરો માટે ₹800 કરોડની જોગવાઇ.

● ગરીબોને ઘર મળે એ માટે ₹750 કરોડની જોગવાઇ.

● અમદાવાદના ચંડોળા તળાવના વિકાસ માટે રૂ.10 કરોડની ફાળવણી.

● અમદાવાદ શહેરની ખારીકટ કેનાલના સર્વે માટે રૂ.1 કરોડની જોગવાઇ.

● પ્રવાસન સ્થળોમાં ફિલ્મ શૂટિંગને વેગ આપવા ફિલ્મ ફેસ્ટિવલના આયોજન માટે ₹10 કરોડની જોગવાઇ.

● પાન મસાલાના વેરામાં 10%નો વધારો 15%ના વેરાને વધારીને 25% કરાયો
આ વધારાથી સરકારની આવકમાં ₹75 કરોડનો વધારો થશે.

● ઇન્ડસ્ટ્રીઅલ સોલ્ટ પર 5% નો વેરા વધારો
આંતર રાજ્ય વેચાણ પરની આવકમાં વેરા વધારો.

● ગરીબ પરિવારની દિકરીનો મેડીકલ અભ્યાસનો તમામ ખર્ચ રાજય સરકાર કરશે, વિજ્ઞાન પ્રવાહ માટે નવી 41 શાળાઓ શરૂ કરાશે.

● પેડલ રિક્ષા, સાયકલ રિક્ષા,મચ્છરદાની પર ટેક્સ નાબૂદ.

● વડોદરા તેમજ સુરતની સરકારી મેડિકલ કોલેજમાં 150 બેઠકો વધશે.

● ૧૦૦ નવી 108 એમ્બ્યુલન્સનો વધારો થશે.

● 15 લાખથી વધુની કાર અને 5 લાખથી વધુની કિંમતના ટુ-વ્હીલર મોંઘા થશે.

● લક્ઝરી કાર અને લક્ઝરી ટુ-વ્હીલર પરનો વેરો વધારીને 20 ટકા કરાયો.

● સિરામીક પ્રોડક્ટ્સ પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો.

● કંપનીઓ દ્વારા ખરીદાતા વાહનો પરનો વેરો 15 ટકાથી વદારીને 20 ટકા કરાયો.

● સેનેટરી નેપ્કિન અને ડાયપર પરનો વેરો સંપૂર્ણ માફ.

● વાંસ અને વાંસની બનાવટો પર લાગતો 5 ટકાનો વેરો નાબૂદ.

● 53029 આંગણવાડીના 45.55 લાખ બાળકો માટે ₹2325.22 કરોડ.

No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...